હાલારમા સ્ટેટ ફુડ ઘોર નિદ્રામા જનઆરોગ્ય સાથે બેફામ ચેડા

મોટા તહેવાર પુરતા જ પટ્ટમા આવે..!

હાલારમા સ્ટેટ ફુડ ઘોર નિદ્રામા જનઆરોગ્ય સાથે બેફામ ચેડા

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

જામનગર અને દ્વારકા જિલ્લામા જાણકારો  તેમજ મોટા પ્રમાણમા ગ્રાહકોમા થઇ રહેલી ચર્ચાઓ મુજબ રાજ્ય સરકારના ફુડ વિભાગના જવાબદારો ઉઘે છે, અને ખાદ્યચીજ વસ્તુ વેંચનારાઓ અમુક બેફામ બનતા જાય છે જેની ઉપર કોઇ પગલા લેવાતા નથી અને બાબુઓ માત્ર મોટા તહેવારમા પટ્ટમા આવી જરૂરી કામ-એકત્રીકરણ નુ કરી ફરી સુઇ જાય છે, જામનગર શહેર સિવાય ક્યાય તાલુકાઓ ગામડાઓ સુધરાઇ વિસ્તારોમા ચા નાસ્તા, ધાબાઓ, હોટલો, રેસ્ટોરન્ટ, ડેરીઓ, આઈસ ફેક્ટરીઓ, ફરસાણ, ઠંડાપીણા, પાણી, મીઠાઇ સેન્ટર, બેકરીઓ સહિતના સ્થળોએ નિયમીત તપાસ થતી જ ન હોય આ દરેક જગ્યાએ તમામ વસ્તુ બનાવનાર વેચનાર પીરસનાર ચોખા છે, નહાયેલા છે...નખ કાપેલા છે વાળ ઉપર પ્લાસ્ટીક કવર છે, એપ્રન ગ્લોઝ પહેર્યા છે ખાદ્ય ચીજ તાજી- ઢાંકેલી છે, પાણી અને બીજા મટીરયલ્સ ગુણવતાવાળા છે,

આ દરેક જગ્યા આજુબાજુ સ્વચ્છતા જળવાઇ છે કે કેમ અને ફુડ સેફટી એક્ટની અનેક જોગવાઇઓની જેમ જોઇએ તો પરવાનો કે નોંધણી છે કે નહી તેવી જ રીતે કરીયાણા પ્રોવીઝન દાણા મથકો મસાલા મથકો અને આ દરેક પેંકીંગ કે છુટકના ઉત્પાદક મથકોમા તમામ નિયમોનુ પાલન થાય છે કે નહી આ દરેક અને બીજા જરૂરી નિયમોના પાલન કરાવવા જનહિતમા ફરજીયાત હોવા છતા સ્ટેટ ફુડ ઉંઘે છે, જાણકારો એમ પણ ઉમેરે છે કે ભલે જનહિતમા નહી પરંતુ અમુક વખતે સ્વ હિતમા આ બાબુઓ મેદાનમા ઉતરે છે અને ચોક્કસ સ્કોર કરી ફરી પેવેલીયનમા જતા રહે છે માટે ખાસ કંઇ બહાર આવતુ નથી,

હાલના યુગમા ચા પાણી નાસ્તા ભોજન ડેરી પ્રોડક્ટસ ઘી માખણ દુધ દહી પનીર વગેરેની ડીમાન્ડ આસમાને છે, માટે અમુક સ્થળોએ ભેળસેળ અનિયમીતતા ઘોર બેદરકારી સાથે જનઆરોગ્ય સાથે ચેડા સ્વાભાવીક છે, તે દરેક બાબત જાણતા તંત્રની આળસનુ મુખ્ય કારણ ઉજાગર કરતી સ્ફોટક વિગતો મળી રહી છે, જેની હજુ વધુ ખરાઇ થઇ રહી છે તેમજ લગત જિલ્લાકક્ષાની કચેરીના વહીવટ ખાસ કરીને બનતા પત્રકો વગેરે મુદાની પણ રસપ્રદ વિગતો મેળવાઇ રહી છે (આરોગ્ય મંત્રી-નાયબ મુખ્યમંત્રીએ તાજેતરની એક મીટીંગમા સાચા પત્રક બનાવવા ની ટકોર કડકાઇથી કરેલી)

એકંદર ડિમાન્ડ મુજબ ઘણુ ખાન પાન ના મુળ સ્વરૂપોના ઉત્પાદન ન હોય તેમજ કોઇ નિયંત્રણ ન હોય અને ગ્રાહકો અજાણ હોય તંત્ર આંખ આડા કાન કરતુ હોય અરે નમુના પુરતા ન લે પરંતુ ફીલ્ડ મા દરેક ખાણી પીણી ની દરેક જગ્યાએ માત્ર ઓબઝર્વેશન પણ વર્ષમાં પુરતુ કરતા નથી જો કે આમ ન કરવાનુ વળતર ચોક્કસ મેળવી લેતા હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે, અને "ગોઠવણ" ની તેમજ ક્યા-ક્યા જતુ કરે છે કે કરવુ પડે છે તે તમામ બાબતો પણ ધીરે ધીરે ઉજાગર થવામા હોવાની સંભાવના સુત્રોની માહિતી ઉપરથી પ્રબળ બની છે.