Mysamachar.in-જામનગર:
જામનગર કોંગ્રેસ ઓચિતુ ત્રણ ત્રણ મહિને જાગ્યુ તો અત્યાર સુધી શુ કર્યુ? કોઇએ કોંગ્રેસને ધુણાવ્યુ કે સફાળુ જાગ્યુ અને પ્રજા યાદ આવી અત્યાર સુધી પ્રજાની કંઇ પડી જ ન હતી તેવી અનેક ટીપ્પણી સમીક્ષકો એટલે કરે છે હવે જામનગર કોંગ્રેસના નેતાઓને જી.જી. હોસ્પીટલની મુલાકાત યાદ આવી અને અત્યાર સુધી સુતા રહ્યા પછી કોરોના કહેર અંગે અમુક કોંગ્રેસીઓએ આંખો ચોળી જાગૃત હોવાનુ બહુ મોડુ મોડુ જાગવાનુ કાર્ય દર્શાવ્યુ જેની ચોમેર ટીકાઓ થઇ રહી છે કેમકે અત્યાર સુધી ક્યાં હતા??
આ બાબતો અને પ્રશ્ર્નો એટલા માટે ઉજાગર થઇ કે જિલ્લા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા સરકારી હોસ્પિટલની મુલાકાત લેવાઇ છે, સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંકની જી.જી.હોસ્પિટલ જે ગત માર્ચથી કોવિડ-૧૯ હોસ્પીટલ છે તેની મુલાકાતે કોંગી આગેવાનો ગયા હતા, જોકે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે આપેલ આદેશને પગલે હોસ્પિટલ ની મુલાકાત લીધી હોવાનુ મનાય છે, નહિતર તો હજુ કોઇ ફરકવાનુ જ નહતુ ત્યા જઇ કોંગી નેતાઓએ છેલ્લા ત્રણ મહિનામાં દાખલ દર્દીઓની વિગત મેળવી અને હોસ્પિટલમાં કેટલા વેન્ટિલેટર ? શુ સુવિધા ? સહિતના જુદા-જુદા મુદાઓને ધ્યાને લઇ વિગત મેળવી હતી,
આ મુલાકાતમા્ જી.પં. પ્રમુખ નયનાબેન માધાણી, જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સહિતના કોંગી કાર્યકરો વગેરે જોડાયા હતા અને હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ સાથે બેઠક યોજી સમગ્ર માહિતી મેળવી હતીકોંગી આગેવાનોએ હોસ્પિટલ પ્રશાસનને સાથે રાખી જી.જી.હોસ્પિટલમાં નિરીક્ષણ કર્યુ તેને સમીક્ષકો “લેટ લતીફ” નુ બિરૂદ આપે છે, અને પ્રજાની ચિંતા કરવાને બદલે પક્ષનો રૂટીન કાર્યક્રમ હોય તેવી ઉપર છલ્લી અને ગંભીરતા વગરની મુલાકાત કંઇ ખાસ રીતે પ્રજાલક્ષી નહી બને તેવુ પણ ટીકાકારો માને છે.