બિહારી શખ્સ એ જામનગરનો વતની બનીને ડોક્ટરના બંગલામાં આપ્યો ચોરી અને હત્યાને અંજામ

VIDEO જોવા કલીક કરો

mysamachar.in-જામનગર

જામનગરના ભારે ભીડભાડવાળા મનાતા વિસ્તાર એવા ખંભાળિયા ગેટ ચોકી થી ૧૦૦ મીટરના અંતરે આવેલ ડો.બક્ષીના બંગલામાં ચોકીદારની હત્યા નીપજાવી અને ચોરીની ઘટનાને અંજામ આપીને આરોપી ફરાર થઇ જતા છેલ્લા કેટલાય દિવસોથી આ મામલે પોલીસ સઘન તપાસ ચલાવી રહી હતી અને અંતે જામનગર એલસીબી ને આ ગુન્હાનો ભેદ ઉકેલી નાખવામાં સફળતા મળી છે,આ મામલે આજે  જીલ્લાપોલીસવડા શરદ સિંઘલ પત્રકાર પરિષદ ને સંબોધિત કરી અને ખુલાસો કર્યા હતા,

આ હત્યા કેસના ખુલાસા સાથે કેટલાક બીજા ચોંકાવનાર તથ્યો પણ સામે આવ્યા છે,જે પણ પોલીસની તપાસ માંગી લેતા છે,વૃદ્ધ ચોકીદારની હત્યા નીપજાવી અને ફરાર થઇ ગયેલ બિહારી શખ્સ પણ આ જ બંગલામાં દિવસના ચોકીદાર તરીકે ૧૦ દિવસ સુધી રહ્યો હતો,અને તેનો ઈરાદો બંગલામાં કેટલીય તિજોરીઓ હોય લુંટ અથવા ચોરી કરવાનો જ પ્રથમથી રહ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે,

ખંભાળિયા ગેટ નજીક ડો.બક્ષી પોતે પરિવાર સાથે બહારગામ જઈ રહ્યા હોવાથી તેવોએ પોતાના બંગલાની ચોકીદારી માટે સોની સિક્યુરિટી એજન્સીનો સંપર્ક કરી અને દિવસ માટે ચોકીદાર ની માગણી કરી હતી અને સોની સિક્યુરીટી એજન્સી દ્વારા સંજીત સત્યનારાયણ ચૌધરી ને ગેઈટબહારના ચોકીદાર તરીકે નીમાયો હતો,પણ જેનો ઈરાદો જ મલીન હતો તે ચોકીદાર ને એમ હતુ કે બંગલામાં થી તે લાખોની ચોરી અથવા લુંટ કરી શકશે,

અને એવામાં બનાવને દિવસે લાખોની ચોરી અને લુંટને અંજામ આપવા તે રાત્રે ડો.બક્ષીના બંગલા ખાતે પહોચ્યો અને ત્યાં તેને હાજર ચોકીદાર ત્રિભુવનભાઈ બકરાણીયા સાથે બંગલામાં થી ચોરી કરવા માટે ઘણી રકજક કરી પણ ત્રિભુવનભાઈ એક ના બે ના થતા સંજીત એ તેની હત્યા નીપજાવી અને બંગલામાં રહેલ થોડીઘણી રોકડ અને કાર લઇ ને નાશી છુટ્યો હતો પણ પોલીસને ખબર હતી કે તે બહુ દુર સુધી આ કાર ને લઈને પહોચી નહિ શકે તેથી જામનગર એલસીબીની એક ટીમ પણ તાત્કાલિક તેની પાછળ લાગી અને તેનો પીછો કરતાં કરતાં છેક બિહારના સમસ્તીપુર સુધી પહોચી અને ત્યાં પણ પૂરી વોચ ગોઠવ્યા બાદ સંજીત ને જામનગર ખાતે લાવવામાં આવ્યો હતો,

એલસીબી એ તેની સઘન પૂછપરછ કરતાં સંજીત એ પોતે જ આ હત્યાને અંજામ આપ્યાની કબુલાત કરી છે,પોલીસે આરોપી પાસેથી ચોરાયેલ કાર સહીત નો રૂપિયા ૬ લાખ નો મુદામાલ પણ કબજે કર્યો છે,

સિક્યુરિટીગાર્ડ પર ભરોસો કરતાં પહેલા ચેતવા જેવો કિસ્સો..
જે તબીબ પોતાનો બંગલો સિક્યુરિટી એજન્સીના માણસ ના ભરોસા પર છોડી ને ગયા હતા તે સિક્યુરિટીગાર્ડ જ ઘાતકી નીવડ્યો,તેનું કારણ સોની સિક્યુરિટી એજન્સી દ્વારા સંજીત ચૌધરી ને નોકરી મા રાખતા પૂર્વે સંજીત પરપ્રાંતીય હોવાથી તેનું પોલીસ વેરીફિકેશન કરાવવું ફરજીયાત હોય છે પણ તેવું કોઈ પણ વેરીફીકેશન એજન્સી દ્વારા ના કરાવવામાં આવ્યું હોય સિક્યુરિટી એજન્સી ને હાલતો પોલીસે નોટીસ પાઠવી છે પણ સિક્યુરીટી ને ભરોસે પોતાના ઘર છોડીને જતા લોકો એ પણ જરૂરી ખરાઈ કરવી જોઈએ તેવું આ ઘટના પરથી લાગે છે

સંજીત બિહારનો હોવા છતાં પણ અહીના આધારાકાર્ડ અને સીમકાર્ડ વાપરતો હતો..
પોલીસની તપાસમાં એ ગંભીર બાબત પણ સામે આવી છે કે ખુન અને ચોરી કેસનો ઝડપાયેલો આરોપી સંજીત ચૌધરી મૂળ બિહારનો હોવા છતાં પણ અહીના કાયમી એડ્રેસનું આધારકાર્ડ પણ ધરાવતો હતો,ઉપરાંત એક નહિ બે નહિ પણ ત્રણ જેટલા સીમકાર્ડ પણ તેને જામનગરના એડ્રેસ પરથી મેળવ્યા હોવાથી હવે પોલીસ તે દિશામાં પણ તપાસ કરશે તેમ એસપી સિંઘલ એ જણાવ્યું હતું.