સૌરાષ્ટ્રના આ ગામે ખેડૂતે ઉગાડયા કાળા ઘઉં 

કાળા ઘઉંની રોટલી આરોગવાથી શું થાય ફાયદો જાણો 

સૌરાષ્ટ્રના આ ગામે ખેડૂતે ઉગાડયા કાળા ઘઉં 
symbolic image

Mysamachar.in-રાજકોટ:

જગતનો તાત ખેડૂત ખેતીમાં વિવિધ પ્રયોગો અપનાવતો રહે છે, આવો જ એક પ્રયોગ સૌરાષ્ટ્રમાં સામે આવ્યો છે, અને આ પ્રયોગ છે કાળા ઘઉંનો.....જાણકારો કહે છે કે  સામાન્ય રીતે પંજાબમાં કાળા રંગના ઘઉંની ખેતી થાય છે પરંતુ સૌરાષ્ટ્રમાં ગોંડલના કોલીથડ અને નાના ઉમવાડા ગામના ખેડૂતે પ્રથમ વખત કાળા ઘઉં ઉગાડ્યા છે. ખેડૂતે અડધા વીઘામાં કાળા ઘઉં વાવ્યા હતા અને ઉપજ પણ મેળવી છે. કાળા ઘઉંના વાવેતરમાં સામાન્ય કરતા 10 દિવસ વધુ પાણી પીવડાવવું પડે છે. સામાન્ય ઘઉંમાં 90 દિવસ જ્યારે કાળા ઘઉંમાં 100 દિવસ પાણી પાવું પડે છે. ઉપજ પણ 10 દિવસ મોડી આવતી હોવાનું ખેડૂતો જણાવે છે. આ કાળા ઘઉંનો લોટ પણ કાળો થાય છે અને રોટલી પણ ભૂરા રંગની થાય છે. કાળા ઘઉંથી પેટ સાફ રહે છે. 

-સામાન્ય ઘઉં અને કાળાઘઉં થી શું થાય ફાયદો 
કાળા  ઘઉંની રોટલી ખાવાથી સ્થૂળતા ઘટે, મોટાપો ઓછો થાય, હૃદયરોગ અટકાવવા માટે ઉપયોગી, બ્લડ પ્રેશર ઓછું રહે છે.  હૃદય સ્વસ્થ રહે છે, સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધવા લાગે છે. ડાયાબિટીસ-કેન્સર સામે લડવાની ક્ષમતા વધશે. એસિડિટીથી મુક્તિ મળી શકે છે. બાળકોમાં પણ કુપોષણની સમસ્યા તેમજ કબજિયાત દૂર કરે છે.  પાચન સાથે જોડાયેલા ઘણા રોગ દૂર થઈ શકે છે. પેટ સાફ રહે છે.આમ આવા ફાયદાઓ પણ કાળા ઘઉંથી થતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.