વ્યાજખોરી:એક કરોડ આપો નહિ તો તમને અને તમારા સ્કુલે જતા છોકરાને ઉપાડી લેશું..

જામનગરની ઘટના,લોહાણા વેપારીને ધમકી

વ્યાજખોરી:એક કરોડ આપો નહિ તો તમને અને તમારા સ્કુલે જતા છોકરાને ઉપાડી લેશું..

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જિલ્લામાં વ્યાજખોરીનું દુષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે,અને ભોગ બનનાર લોકો ફરિયાદ કરવા માટે આગળ આવી રહ્યા છે,ત્યારે વધુ એક ફરિયાદ નો ઉમેરો થયો છે,જેમાં બોક્સાઈટના ધંધા સાથે સંકળાયેલા લોહાણા વેપારીના પુત્રએ વ્યાજે લીધેલા પૈસા બાબતે ત્રણ શખ્સોએ ધાકધમકી આપી કારમાં તોડફોડ કર્યા બાદ પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી આ પરિવારમાં ભય ફેલાવ્યો છે,

વાત એવી છે કે જામનગરના ક્રિસ્ટલ મોલ નજીક આવેલ જય કો ઓપરેટીવ સોસાયટીમા વસવાટ કરતાં અને બોક્સાઈટના ધંધા સાથે સંકળાયેલા અરવિંદભાઈ જમનાદાસ પાબારી નામના વેપારી જામનગર ખંભાળિયા હાઈવે પરથી પોતાની ઇનોવા કારમાં પસાર થઇ રહ્યા હતા ત્યારે વનરાજસિંહ પ્રવીણસિંહ વાળા અને તેની સાથે આવેલા ત્રણેક અજાણ્યા ઇસમોએ તેની કાર રોકી તેમાં તોડફોડ કરી હતી,વાત એવી છે કે અરવિંદભાઈ ના પુત્ર જય પાબારીએ વનરાજસિંહ વાળા પાસેથી વ્યાજે મોટી રકમ મેળવી હતી,(તે રકમની પોલીસને નથી ખબર)તે રકમનું સમાધાન થયેલ અને રકમ પરત કરી દેવામાં આવી હોવા છતાં પણ વધુ પૈસા કઢાવવા આરોપી વનરાજસિંહ સતત ફોનમા વિડીયો કોલિંગ,વોટ્સઅપ મારફત અને ફોન કરીન દબાણ કરતાં હોવાનું ફરિયાદમાં નોંધાવ્યું છે,

એવામાં તાજેતરમા અરવિંદભાઈની કારમાં તોડફોડ કરી ૧ લાખની કીમતનો સોનાના ચેઈન સહીત ની ચીજવસ્તુઓની લુંટ કર્યા બાદ અરવિંદભાઈ અને તેના પુત્ર જયને રિવોલ્વર બતાવી અને વધુ એક કરોડ રૂપિયાની માંગણી કરી અને પૈસા ના આપે તો અરવિંદભાઈ અને તેના કુટુંબના સભ્યોને તેમજ પરિવારના સ્કુલે જતા બાળકોને ઉઠાવી લેવાની પણ ધમકી અવરનવર આપતા આ મામલો અંતે પોલીસ પાસે પહોચ્યો છે,પોલીસે વનરાજસિંહ પ્રવીણસિંહ વાળા અને ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આ કેસની તપાસ એલસીબી ને સોંપવામાં આવી છે.