જામજોધપુર અને લાલપુર વિસ્તારમાં નબળી કામગીરીનો સ્વીકાર ખુદ ઈજનેરએ જ કર્યો..

“લોકોને રસ્તાના કામમા ક્યાં કઈ ખબર જ પડે છે” ઈજનેર 

જામજોધપુર અને લાલપુર વિસ્તારમાં નબળી કામગીરીનો સ્વીકાર ખુદ ઈજનેરએ જ કર્યો..
ફાઈલ તસ્વીર

mysamachar.in-જામનગર 

ગુજરાત સરકાર દ્વારા જામનગર જિલ્લામાં પૂર્વ કૃષિ મંત્રી અને ખેડૂત આગેવાન ચીમન શાપરીયા ના મતવિસ્તારમાં ગત વર્ષે  જામજોધપુર તાલુકામાં ૧૩ જેટલા રસ્તાઓના કામો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે ૧૩૧૭ લાખ ની રકમ ફાળવી  આ જ રીતે લાલપુર તાલુકામાં પણ ૧૩ રસ્તાઓના કામો માટે ૧૨૧૪ લાખ જેવી રકમ ફાળવી  ને આ રસ્તાઓના કામ કરવામાં આવ્યા ને એક વર્ષ જેવો સમય થયેલ છે તેવામા અમુક રસ્તાઓના કામોમાં ઈજનેરોને સમજાવી ને કોન્ટ્રાક્ટરો દ્વારા ટેન્ડર ની જોગવાઈ મુજબ કામગીરી કરવામાં ના આવતા પોલ ખુલી રહી છે,

સુત્રોમાંથી મળતી વિગત પ્રમાણે રસ્તાના મજબુતીકરણ માટે જીએસબી મટીરિયલનો વપરાશ કરવાનો હોય છે,તે વપરાશ ના કરવામાં આવતા  રસ્તાઓના કામો ટૂંકાગાળામાં જ તૂટી જવાની એક બાદ એક ફરિયાદો સામે આવી રહી છે,
ઉપરાંત આ રસ્તાના કામોમાં ક્વોલીટી કંટ્રોલ વિભાગ દ્વારા તપાસ કરીને તેના માપદંડો મુજબ રસ્તાની કામગીરી અંગે ગંભીર ક્ષતિઓ નો અહેવાલ પણ સાદર કરવા છતાં આ બાબતની બેદરકારી રાખીને કોન્ટ્રાક્ટર પાસેથી યોગ્ય કામગીરી ના કરાવીને સરકાર સાથે અધિકારીઓ અને કર્મચારીઓ દ્રોહ કર્યો હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે.

તેવામાં જેના શીરે આ કામગીરી યોગ્ય થાય તે જોવાની ફરજ છે તે જામજોધપુર માર્ગ મકાન વિભાગ સબ ડિવીજન ના નાયબ ઈજનેર સ્વામી ની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેને તો ત્યાં સુધી કહી દીધું કે લોકો ને રસ્તાના કામોમાં ક્યાં ખબર પડે છે,અને દલતુંગી સેવક ભરૂડીયા રોડ પર થયેલ કામગીરી અંગે ક્વોલીટી કંટ્રોલ દ્વારા યુ ગ્રેડ આપવામાં આવ્યો હોવાની વાત નો સ્વીકાર પણ તેમણે કર્યો....

હવે જો ખુદ અધિકારી સ્વીકાર કરતાં હોય કે રોડના નાલા પુલીયા ના કામોમા યોગ્ય માપદંડો મુજબ કામ થયું નથી તો તે પગલા લેવામાં કોની લાજ કાઢે છે,તે સવાલ પણ થવો સ્વાભાવિક છે,અને કામગીરી સમયે જેની જવાબદારી હતી તેને યોગ્ય મોનીટરીંગ નથી રાખ્યું તે વાત નો સ્વીકાર ખુદ અધિકારી એ જ કરવો પડી રહ્યો છે,

આટલે થી વાત પૂરી ના થતી હોય તેમ નાયબ ઈજનેર સ્વામી હજુ પણ કોઈક ના બચવાની ભૂમિકામાં હોય તેમ આ રસ્તાના કામોમાં ભલે યુ ગ્રેડ મળ્યો પણ ઠેકેદારો પાસે ફરીથી કામ કરાવવાની વાત તેમણે કરી હતી ત્યારે ટેન્ડર ની જોગવાઈઓ નો ભંગ કરવામાં આવ્યો હોવાનો સ્ફોટક ખુલાસો થયેલ છે.