જામનગર મહાનગરપાલિકામાં ધુળ ખાતી ગે.કા. બાંધકામની અરજીઓ

જામનગર મહાનગરપાલિકામાં ધુળ ખાતી ગે.કા. બાંધકામની અરજીઓ

Mysamachar.in-જામનગર:

જામનગર કોર્પોરેશનમા ગેરકાયદેસર બાંધકામની એકલ દોકલ વિગત માંગતી કે  સંપૂર્ણ વિગત માંગતી અરજીઓમાંથી મોટાભાગની ધુળ ખાઈ રહી હોવાનો અનેક અરજદારો બળાપો કાઢે છે.આવી અરજીઓમાંથી મોટાભાગની ઇન્વર્ડ જ કરાતી નથી અને બહુ જરૂર પડે તો વિધીવત ઇન્વર્ડ નંબર અપાતો નથી તેવુ પણ જાણવા મળ્યુ છે.

ક્યારેક રસ્તામા અડચણરૂપ કે આજુબાજુના રહેવાસીઓને નડતર થતા હોય તેવા બાંધકામ,ગેરકાયદેસર રવેશ મુકાતા હોય,બારીમુકાતી હોય,રૂમચણાતા હોય, વધુ માળ ચણાતા હોય,મંજુરી લીધી હોય તેનાથી જુદુ કે વધુ બાંધકામ થતુ હોય,રહેણાક મંજુરીમા કોમર્શીયલ બાંધકામ થતા હોય,રિનોવેશનના બહાને નવા બાંધકામ થઇ રહ્યા હોય..તેવા અનેક પ્રકરણોમા જેમને અડચણ કે તકલીફ હોય તેઓ કોર્પોરેશનમા વિરોધની અરજી કરેછે અમુક માહિતી અધીકાર હેઠળ માહિતી પણ માંગે છે,

પરંતુ કોર્પોરેશન ના અડગ અને ચકોર તંત્ર પાસે મોટાભાગના અરજદારોના હાથ હેઠા પડે છે મોટાભાગના ને તો"સમજાવી" દે છે વટાવી દ્યે છે અથવા તો અધુરી વિગત આપે છે નહીતો "માયસમાચાર" પાસે ગેરકાયદેસર બાંધકામોની ફરિયાદો,અરજીઓ અને તોડી પાડવાના છે તેવા અનઅધીકૃત બાંધકામોની સંપુર્ણ વિગતો છે તે કદાચ તંત્ર એ જો કશુ છુપાવવાનુ ન હોય તો જાહેર કર્યુ હોત પણ તંત્ર એવું ક્યાં કારણોસર જાહેર નથી કરતુ તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.

અમે તો "ભેગા" કરી દઇએ...

ટાઉન પ્લાનીંગ અને એસ્ટેટ શાખાના અમુકે નામ ન આપવાની શરતે જણાવ્યુ કે અમે તો "બંને" ને ભેગા કરી દઇએ અમારે ખોટી લપમા કોણ પડે કે માથાકુટમા કોણ પડે..(અમુક સુત્રો જણાવે છે અરજી ચોપડે ચડાવવાના બદલે આવુ એટલે કરે છે કે લગતે  કાં તો કોઠો ટાઢો કરી લીધો હોય છે અથવા અરજીના અધારે "ધોકો" પછાડી કંઇક "લાભ" મેળવવો  હોય છે જોકે જુજ કેસમા નોટીસ પણ નીકળે છે)જોકે ઘણી વખત સામસામા કરી દે છે  જેથી ઝઘડા પણ થાય છે બીજી તરફ જો " સેટીંગ"ના તબક્કે મામલો પહોચે તો "સ્થળ" કે  "માંડવાળ" ની વ્યવસ્થા કરી આપે છે પરંતુ વિગત ન આપે તે ન જ આપે બહુ જુજ કિસ્સામાં જ વિગત આપે છે.