ગીર ફોરેસ્ટમાં હવે મહિલાઓ પ્રવાસીઓને કરાવશે સિંહ દર્શન,જાણો કઈ રીતે 

વિગતે વાંચવા ક્લીક કરો..

ગીર ફોરેસ્ટમાં હવે મહિલાઓ પ્રવાસીઓને કરાવશે સિંહ દર્શન,જાણો કઈ રીતે 

mysamachar.in-જુનાગઢ:ભાર્ગવી જોષી:

વિશ્વમાં કોઈ એવું ક્ષેત્ર નહિ હોય જેમાં સ્ત્રી અગ્રેસર ન હોય,નારી શક્તિ ને ન પિછાણનારા તેને અબળા અને કમજોર માનતા હતા.પરંતુ મહિલાઓએ તેની બહાદુરી અને શક્તિ થઈ સૌ કોઈને પ્રભાવિત કર્યા છે .ગીર ફોરેસ્ટમાં પણ મહિલાઓ વન કર્મી,બીટ ગાર્ડ,ટ્રેકર,કેર ટ્રેકર, રેસ્ક્યુ ઓપરેશન કરતી જોવા મળે ત્યારે અહીં આવતા પ્રવાસીઓ અચંબિત થઈ જાય છે. હવે તેમાં ઓર એક ક્ષેત્ર માં મહિલાઓ જોવા મળશે.ગીર જંગલમાં હવે મહિલાઓ જીપ્સી ચાલક બની પ્રવાસીઓને સિંહ દર્શન કરાવતી ટૂંક સમયમાં જોવા મળશે.હાલ તો 15 જેટલી મહિલાઓને આ માટે ખાસ ટ્રેનીગ આપવામાં આવી રહી છે.

દેશના પ્રધાનમંત્રી નરેદ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ એ વન વિભાગમાં મહિલાઓની ભરતી શરૂ કરવા અંગે તેમજ મહિલા સશક્તિકરણના ભાગ રૂપે મહિલાઓને  પુરુષ સમકક્ષ કામગીરી સોંપવા અંગે ભાર મુક્યો હતો.જેથી જંગલના વન વિભાગદ્વારા મહિલાઓને ગાર્ડ, રેસ્ક્યુ ઓપેર્શનના ખાસ કર્મી, ટ્રેકર જેવી વિવિધ કામગીરીમાં સામેલ કરવામાં આવી છે,.હવે તેમાં જીપ્સી ચાલક તરીકેની વધુ એક કામગીરીનો સામેલ કરવામાં આવશે.આ અંગે ગીર સાસણ ના મદદનીશ સંરક્ષક અધિકારી ડૉ રામ કહે છે કે હાલ તો અમે આસપાસના ગામો ની 15 જેટલી ગરીબ અને પછાત વર્ગની મહિલાઓને ખાસ ટ્રેનિગ આપી તૈયાર કરી રહ્યા છે,અને શરૂઆતમાં દેવળીયા પાર્ક ખાતે તેમને જીપ્સી ચાલકની કામગીરી સોંપવામાં આવશે.ત્યાર બાદ ગીરસાસણ માં સિંહ દર્શન માટેના ખાસ રુટો પર મહિલાઓ પ્રવાસીઓને સિંહ દર્શન કરાવશે..મહિલાઓને રોજગાર મળી શકે અને તેમની હિંમત ને સ્વમાનભેર જીવવાની તક સાંપડે.હવે તમેં સાસણ આવો અને તમારા ડ્રાઈવર તરીકે મહિલા હોય ને બહાદુરી થી સિંહ દર્શન કરાવતી હોય તો કોઈ પણ ને ગર્વ થશે. આ અંગે ખુદ તાલીમ લેનાર તૃપ્તિ અને રેહના કહે છે કે ગીર સાસણ વન વિભાગ અમારા પર જે વિશ્વાસ રાખ્યો છે એ અમે જાળવી રાખીશું અમને ગર્વ થાય એવું આ કામ છે જેમાં આજ દિન સુધી પુરુષો નું વર્ચસ્વ હતું પરંતુ હવે અમે પણ પ્રવાસીઓને સિંહ દર્શન કરવા તેમના ડ્રાંઇવર બનીશું અમારા માટે રોજગાર ની સાથે ખુશીની વાત છે .અમારી બહાદુરી બતાવાની આ સુંદર તક છે.

ગીર જંગલમાં પુરુષો ની સાથે સાથે કદમ થી કદમ મિલાવી કામ કરતી 500 જેટલી મહિલાઓની કામગીરી જોઈ સૌ કોઈ કહી ઉઠે છે' નારી ના કિસી સે હારી.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.