સલાયામાં અસ્થિર મગજની પુત્રી એ માતાને મોતને ઘાટ ઉતારી દીધી..

પોલીસ કરી રહી છે તપાસ

સલાયામાં અસ્થિર મગજની પુત્રી એ માતાને મોતને ઘાટ ઉતારી દીધી..

mysamachar.in:દેવભૂમિ દ્વારકા:

જીલ્લાના સલાયા ગામે અસ્થિર મગજની પુત્રી એ પોતાની માતાની જ માથામાં ધોકાના ફટકા મારી ને મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે,

મળતી વિગતો મુજબ સલાયાના ધણશેરી વિસ્તાર નજીક રહેતા આમીનાબેન કાસમભાઈ સમા નામની મહિલા અને તેની પુત્રી રહેતા હતા,પણ પુત્રી નજમા ઉર્ફે નજીરા ની માનસિક સ્થિતિ અસ્થિર હોય ગતસાંજના પોતાના ઘરે જ પોતાની જ માતાને લાકડાના ધોકા વડે માથામાં આડેધડ ફટકાઓ મારતા આમીનાબેન નું મોત નીપજ્યું હતું,

ઘટનાની જાણ થતા સલાયા પોલીસ સહિતનો કાફલો પણ ઘટનાસ્થળ પર દોડી ગયો હતો અને માતાની હત્યા નીપજાવનાર પુત્રી સામે હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.