જોડિયા તાલુકામાં હડતાલના કારણે મધ્યાહન ભોજનની કામગીરી ઠપ્પ

જોડિયા તાલુકાનાં ૧૨૯ જેટલા કર્મચારીઓ પણ જોડાયા

જોડિયા તાલુકામાં હડતાલના કારણે મધ્યાહન ભોજનની કામગીરી ઠપ્પ

mysamachar.in-જામનગર:

ગુજરાત મધ્યાહન ભોજન યોજના સંચાલક મંડળ કર્મચારીઓ પગાર વધારાથી માંડીને સરકારે નક્કી કરેલા નવા મેનુના મુદ્દે હડતાળ પર ઉતર્યા છે ત્યારે જોડિયા તાલુકાનાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ પણ આ આંદોલનમાં જોડાઈને વિરોધ નોંધાવ્યો છે,

જોડિયા તાલુકાનાં મધ્યાહન ભોજન ભોજન યોજના હેઠળ કામ કરતાં ૧૨૯ જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાઈને લગત વિભાગમાં પોતાના પગાર વધારાથી માંડીને વિવિધ પ્રશ્ને રજૂઆત કરી છે,

આજે મધ્યાહન ભોજન કર્મચારીઓની હડતાલને ચાર દિવસ થયા છે ત્યારે સરકારી શાળામાં બાળકોને રસોઈ મળવાનું બંધ થતાં દેકારો બોલી ગયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.