હાલારના બન્ને જિલ્લામાં આટલા લોકો પાસે છે પીવાની પરમીટ...

જાણો મહિલાઓની સંખ્યા કેટલી.?

હાલારના બન્ને જિલ્લામાં આટલા લોકો પાસે છે પીવાની પરમીટ...

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

આમ તો ગાંઘીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, અને ગઈકાલે જ મુખ્યમંત્રી રુપાણીએ એક કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું હતું કે કોઈપણ કાળે ગુજરાતમાંથી દારૂબંધી હટશે નહિ ચાહે ગમે તેટલી આવક જતી કરવી પડે પરંતુ ગુજરાત સરકાર દારુની મંજૂરી ક્યારેય નહી આપે..પણ દારૂબંધી વચ્ચે રાજ્યમાં નશાબંધી વિભાગ દ્વારા ૪૦ વર્ષથી ઉપરની વયના લોકોને “હેલ્થ પરમીટ”ઈશ્યુ મેડીકલ તપાસણીને આધારે કરવામાં આવે છે, અને તે પરમીટ ધરાવનાર લોકો દારુ માન્યતાપ્રાપ્ત હોટેલના વાઈનશોપમાં થી દારૂ ખરીદીને પી શકે છે,

ત્યારે હાલાર એટલે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ૧૩૦૦ જેટલા લોકો પાસે પીવાની પરમીટ છે, અને તેમાં બિઝનેશમેન, તબીબો, ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ  સહિતના કેટલાય નામાંકિત લોકોનો પણ સમાવેશ થાય છે. જે ૧૩૦૦ પરમીટો આપવામાં આવી છે, તેમાંથી ત્રણ મહિલાઓ પણ પીવાની પરમીટ ધરાવે છે.

-જો કોઈને જોઈતી હોય પરમીટ તો...
જો કોઈ વ્યકિત પરમીટ મેળવવા માંગતું હોય તો તે  40 વર્ષથી વધુ વયની હોવી જોઇએ તેમજ તેની માસિક આવક રૂ.4000/-થી વધુ હોવી જોઇએ. નશાબંધી પોલીસ કચેરીમાં પાસપોર્ટ, પાનકાર્ડ, આધારકાર્ડ, રહેઠાંણ તથા ઊંમરના પૂરાવા સાથે જરૂરી ફી ભરપાઈ કરી આરોગ્ય ચકાસણીની ફી ભરી અરજી કરવાની હોય છે ત્યાર બાદ આરોગ્ય ચકાસણી કરી પરમીટ અપાય છે. 

-જો હોય પરમીટ તો પ્રતિમાસ મળે આટલો જથ્થો..

દારૂની પરમીટ લઇને સેવન કરનારા 40 થી 50 વર્ષ સુધીના લોકોને 3 યુનિટ, 50 થી 65 વર્ષ સુધીના લોકોને 4 યુનિટ અને 65 વર્ષથી વધુ વયના લોકોને 5 યુનિટનો જથ્થો પ્રતિમાસ આપવામાં આવે છે.