એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને બદનામ કરવા સોશ્યલ મીડિયાનો લીધો સહારો

યુવતીઓ ચેતજો.

એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને બદનામ કરવા સોશ્યલ મીડિયાનો લીધો સહારો

Mysamachar.in-સુરત:

સોશ્યલ મીડિયાનો જેટલો સદુપયોગ છે,તેનાથી વધુ દુરુપયોગ કરનારાઓની સંખ્યા છે,કેટલાક લોકો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર ફેક આઇડી બનાવી એક-બીજાને બદનામ કરવા માટે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાના કેટલાય કિસ્સાઓ સામે આવી ચુક્યા છે,અને આવતા રહે છે,અને આવો એક વધુ કિસ્સો સુરતમાં સામે આવ્યો છે,જેને ચકચાર જગાવી દીધી છે,સોશિયલ મીડિયા પર એક યુવતીનું ફેક એકાઉન્ટ બનાવ્યા બાદ તેણીના એકાઉન્ટથી એક યુવક દ્વારા વીડિયો કોલ કરી બિભત્સ ચેનચાળા કરવામાં આવતા હતા. યુવતીને જ્યારે આ બાબતની જાણકારી મળી ત્યારે તેણીએ પોલીસની મદદ માંગીને પોલીસે કેયુર નામના શખ્સની ધરપકડ કરી છે,

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા કેયુર સાથે કોલેજમાં ભણતી યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ થઇ ગયો હતો,પરંતુ યુવતીના લગ્ન અન્ય યુવક સાથે થઇ જતાં યુવતી સાથે બદલો લેવાની ઇચ્છાથી કેયુર દ્વારા યુવતીના નામનું ઇન્ટાગ્રામ પર એક ફેક આઇડી બનાવવામાં આવ્યું હતું, આ ફેક આઇડી બનાવ્યા બાદ કેયુર આટલેથી ન જ અટક્યો હતો,અને તેણે યુવતીનું  ફેક આઇડી ઉપરથી લોકોને વીડિયો કોલ પણ કરતો હતો.વીડિયો કોલ કર્યા બાદ કેયુર કોલ ઉપર જ બિભત્સ ચેનચાળા કરતો હતો. આ બાબતની જાણ યુવતીને તેના મિત્રો દ્વારા આપવામાં આવી હતી.યુવતી પણ પોતાનું ફેક આઇડી જોઇને વિચારમાં પડી ગઈ હતી,જે બાદ યુવતીએ સાઈબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરી સમગ્ર માહિતી ફરિયાદ રૂપે આપી હતી. યુવતીની ફરિયાદ મળતાની સાથે સાઇબર ક્રાઇમની ટીમ સતર્ક બની હતી અને સમગ્ર કેસની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી હતી. તપાસ પૂર્ણ થતાં જ કેયુર નામના વ્યક્તિનું નામ સામે ખૂલ્યું હતું અને કેયુરની ધરપકડ કરી પૂછતાછ કરવામાં આવતા કેયુરે સમગ્ર હકીકત પોલીસ સમક્ષ જણાવી હતી,