ત્રિપલ સવાર બાઇકનો અકસ્માત ૩ ના મોત...

જાણો ક્યાંની ઘટના...  

ત્રિપલ સવાર બાઇકનો અકસ્માત ૩ ના મોત...

Mysamachar.in-બનાસકાંઠા:

હજુતો ગઇકાલેજ રાજકોટમાં ગોંડલ નજીક કાર પલટી જતાં બે આશાસ્પદ યુવકોના મોતની ઘટના સામે આવી હતી,ત્યારે રાજ્યમાં અકસ્માતોની વણજાર જાણે રોકાવવાનું નામ ન લેતી હોય,તેમ આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે,જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

બનાસકાંઠાના અંબાજી હડાદ રોડ પર એક બાઈક પર ત્રણ લોકો સવાર થઈ જઈ રહ્યા હતા,તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારી પલાયન થઈ ગયો,આ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યાં છે,ઉલ્લેખનીય છે કે, અંબાજી હળાદ રોડ પર થોડા દિવસ પૂર્વે જ ટાયર પંચર થતા એક જીપ પલટી મારી ગયું હતું.જેમાં ૯ લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા.