જામનગરમાં ખાનગીશાળાના માલિક અને આચાર્યાની રંગરેલીયાના મામલાએ મચાવી દીધી છે ચકચાર..

નડિયાદ બાદ જામનગરમાં પણ..!

જામનગરમાં ખાનગીશાળાના માલિક અને આચાર્યાની રંગરેલીયાના મામલાએ મચાવી દીધી છે ચકચાર..
પ્રતિકાત્મક તસ્વીરો

mysamachar.in-જામનગર

જામનગરના શહેરમા આવેલ એક નામાંકિત શાળાના માલિક અને તેની આચાર્યાએ એક યુવકનું લગ્નજીવન છિન્નભિન્ન થઇ જાય ત્યાં સુધીની તમામ હદો વટાવી દેતા આ મામલાએ જામનગરના શિક્ષણ જગતમાં સારી એવી ચકચાર જગાવી દેતા જામનગરની પ્રસિદ્ધ શાળાના માલિક અને તેની આચાર્યા વચ્ચેની રંગરેલીયાનો પર્દાફાશ આચાર્યાના પતિ દ્વારા આપવામાં આવેલ નોટીસમાં કરી નાખવામાં આવતા જામનગર શહેરમા ખળભળાટ મચી જવા પામ્યો છે,

જામનગરના નામાંકિત મહિલા વકીલ દ્વારા તેના અસીલની ફરમાઈશને લઈને જે નોટીસ આપવામાં આવી છે,તેમાં જામનગર શહેરમા ખુબ મોટું નામ ધરાવતી શાળાના માલિક એ જ શાળાના મહિલા આચાર્ય અને અન્ય એક વ્યકિતનો સમાવેશ થાય છે.નોટીસમાં જણાવ્યા મુજબ મહિલા વકીલના અસીલ અને શાળાના આચાર્યએ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લગ્ન કરેલા હોવા છતાં મહિલા આચાર્ય અને શાળાના માલિક વચ્ચે અનૈતિક સંબંધો હોવાનું લગ્ન કરનાર યુવકને માલુમ થઇ જતા તેણે આ બાબતે પોતાની પત્ની એવી મહિલા આચાર્યને સમજાવવા માટે ઘણા પ્રયાસો કરેલ,પરંતુ વયોવૃદ્ધ માલિકની છત્રછાયામાં આવી ચુકેલી આ મહિલા એકની બે થવા તૈયાર ના થતા આ મામલો નોટીસ સુધી પહોચી જવા પામ્યો છે,વધુમાં લગ્નની પહેલી રાત્રે જ પતિ પત્નીના જે સંબંધો હોય તેમાં પણ આ મહિલા આચાર્યએ તેના પતિને કોઈ જાતનો સહકાર ના આપી અજુગતું વર્તન કરેલ મહિલા આચાર્ય માલિકને પિતા ગણાવે છે પણ તે બંને વચ્ચે પિતા પુત્રી ના નહિ પણ પ્રેમ પ્રકરણ હોવાનું પણ નોટીસ પાઠવનાર યુવકનો આક્ષેપ છે,

સ્કૂલનો માલિક તેનાથી અડધા થી પણ ઓછી ઉમરની આચાર્યા ના લગ્ન અન્ય યુવક સાથે થઇ ગયા હોવાનું જાણવા છતાં પણ મધરાત્રીએ જે પળો પતિ પત્નીએ માણવાની હોય તે સમયે સ્કૂલનો વયોવૃદ્ધ માલિક આચાર્યાને વિડિયો કોલ કરી અને કલાકો સુધી વાતો કરી અને કોઈના લગ્ન જીવનને બરબાદ કરવા સુધીના પગલું ભર્યાનું સામે આવી રહ્યું છે,જેના તમામ પુરાવાઓ પણ નોટીસ આપનાર યુવક પાસે મોજુદ છે,

એક દિવસ સ્કૂલનો પ્રોગ્રામ હોય તેવું કહી અને આચાર્યા અને માલિક મોડી રાત્રી સુધી પરત ના આવી વહેલી સવારે પરત આવતા અને સ્કુલના કાર્યક્રમના બહાને એક હોટલમા રંગરેલિયા મનાવી હોવાનું પણ લગ્ન કરનાર યુવકને ધ્યાને આવ્યું છે,ઉપરાંત શાળાનો માલિક આચાર્યના મોબાઈલ પર “કિસી રાહ મેં કિસી મોડ પર ”છુ લેને દો નાજુક હોઠો કો” જેવા રોમેન્ટિક ગીતોની લીંક અને બીભત્સ વિડિયો મોકલી અને તારું સર્વસ્વ હું જ છુ તેવા શબ્દોનો પણ પ્રયોગ કરવામાં ઢગા માલિકે શરમ રાખ્યા વિના તમામ હદ વટાવી દીધી હતી,માલિક જેને પોતાની દીકરી ગણાવે છે તે આચાર્યા જ્યારે ઘર પર એકલી હોય ત્યારે માલિક તેના ઘર પર પહોંચી જઈને ખુલ્લેઆમ અયાશીઓ માણતો હોવાના સ્પાઇ કેમેરાના પુરાવા પણ હાથ લાગ્યા છે,ઉપરાંત આ શાળાની અન્ય બ્રાન્ચોના તમામ સ્ટાફ પણ માલિક અને આચાર્યાની કામલીલાથી માહિતગાર હોવાનું પણ છડે ચોક ચર્ચાઈ રહ્યું છે,

શાળાનો માલિક એટલો તો વાસનાંધ છે કે આચાર્યા માસિકધર્મમાં હોય ત્યારે પણ તેની સાથે  શારીરિક સંબંધ બાંધતો અને શારીરિક સંબંધ બાંધ્યા બાદ આચાર્યા તરફથી તેને એક બાળક મળે તેવી ઈચ્છા પણ ધરાવતો હતો,

આમ નડિયાદ ના શિક્ષકની કામલીલા જાહેર થયા બાદ જામનગરમા પણ શાળાના માલિક અને આચાર્યા વચ્ચેની કામલીલા ની આ નોટીસે જામનગર ના શિક્ષણજગત સહીત ભારે ચકચાર મચાવી દીધી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.