જામનગરમાં કોંગ્રેસે મોંઘવારીએ મુદ્દે આપ્યો આશ્ચર્યજનક કાર્યક્રમ

મોંઘી ચીજવસ્તુઓને પહેરાવ્યા ફૂલના હાર 

જામનગરમાં કોંગ્રેસે મોંઘવારીએ મુદ્દે આપ્યો આશ્ચર્યજનક કાર્યક્રમ

mysamachar.in-જામનગર

રાજ્ય સહિત દેશભરમાં જીવનજરૂરી તમામ ચીજવસ્તુઑના ભાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે અને એક પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં મોંઘવારીનો ગ્રાફ ઉપર ના ગયો હોય ત્યારે વિપક્ષ કોંગ્રેસ માટે કેન્દ્ર સરકારને ઘેરવાનો સૌથી મોટો મુદ્દો મળી ગયો હોય તેમ છાશવારે મોઘવારીને લઈને તાલુકાથી માંડી જીલ્લા સુધી કાર્યક્રમો આપી અને સરકાર સામે વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે,     

ત્યારે આજે જામનગર શહેર તથા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે લાલ બંગલા સર્કલ ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ યોજી ધરણાં સ્થળ પર કેરોસીનના કેન,ગેસનો બાટલો વગેરે રાખીને તેના પર ફૂલના હાર ચઢાવી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરીને સરકારની નીતિ-રિતિની ટીકાઓ કરી હતી આ કાર્યક્રમમાં શહેર જીલ્લાના કોંગી અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.