જામનગર અને દ્વારકા જિલ્લામાં ૨ વર્ષમાં ઝડપાયો આટલો દારૂ,અને આટલા આરોપીઓ
વિધાનસભામાં પૂછાયો હતો પ્રશ્ન

Mysamachar.in-ગાંધીનગર:
ભલે ગુજરાતમાં દારૂબંધી હોય પણ દારૂબંધી કેવી અને કેટલી છે,તે સૌ કોઈ જાણે છે,ક્યારેક મોટા દારૂના જથ્થા ઝડપાઈ જાય તો ક્યારેક નાસાબાજો સુધી પહોચી જાય તો પીવાઈ પણ જાય છે,હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે,ત્યારે દારૂ ના કેસો અંગેના પૂછવામાં આવેલ એક સવાલમાં મંત્રીએ રાજ્યના અન્ય જિલ્લાઓની સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના આંકડાઓ જાહેર કર્યા છે,તે મુજબ...જામનગર જિલ્લામાં દેશીદારૂ વેચાણના ૩૮૬૯ કેસો થયા,વિદેશી દારૂના ૫૮૯ કેસો,૫૬૧૦ આરોપીઓ ઝડપાયા જ્યારે ૮૩ આરોપીઓ પકડવા પર બાકી છે,
જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૯૮૦ કેસો દેશીદારૂ વેચાણના જયારે૨૧૭ કેસો વિદેશી દારૂ વેચાણના થયા છે,જેની સામે ૧૪૪૪ આરોપીઓ ઝડપાઈ ચુક્યા છે,જયારે ૧૩ આરોપીઓ પકડવા પર બાકી છે. જયારે રાજ્યમાં બે વર્ષમાં ૧,૩૨,૪૧૫ દેશીદારૂના કેસો,૨૯૯૮૯ વિદેશી દારૂના કેસો નોંધાયા છે,જે દૈનિક ૧૮૧ કેસો દારૂના નોંધાય છે,જયારે વિદેશી દારૂના ૪૧ કેસો દૈનિક નોંધાય છે.