દ્વારકા જિલ્લામા આતંકવાદ કરનારા, ગુનેગાર પ્રકારના લોકો  બહારથી આવીને રોકાયછે

સરકારી પ્રેસનોટમાં ધડાકો

દ્વારકા જિલ્લામા આતંકવાદ કરનારા, ગુનેગાર પ્રકારના લોકો  બહારથી આવીને રોકાયછે

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જામનગર થી અલગ થયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામા આતંકવાદ કરનારાઓ, ગુનેગારો પ્રકારના માણસો બહારથી આવીને રોકાય છે, માટે મકાન ભાડે આપ્યાની નોંધ, સી.સી.ટીવી કમેરાની નોંધ, સીમકાર્ડની નોંધ રાખવી વગેરે બાબતો સરકારી યાદીમા જણાવાય છે, ત્યારે આ તો ખુબ ચિંતાજનક બાબત છે, તેમજ મહિલા પજવણી ડ્રગ્સ હેરફેર લુટ વગેરે ગુનાઓની પુરતી સંભાવના હોવાનુ ખુદ સરકારી વિભાગ જણાવે છે,

દેવભૂમિદ્વારકા જિલ્લાની સરકારી સતાવાર યાદી અક્ષરસ: જોઇએ તો...હાલના પ્રવર્તમાન સંજોગો અને ગુપ્ત સંસ્થાઓના વખતો વખતના અહેવાલ અનુસાર રાષ્ટ્રવિરોધી આંતકવાદી પ્રવૃતિ કરતા નાપાક તત્વો બહારથી આવી અત્રેના જિલ્લામાં રોકાણ કરી આતંકવાદી પ્રવૃતિ કરે છે, જે અનુસંધાને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દેવભુમિ દ્વારકા કે.એમ.જાનીએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી જિલ્લામાં કોઇ મકાનમાલિક અગર તો આ માટે આવા મકાન માલિકે ખાસ સતા આપેલ વ્યક્તિ જ્યારે મકાન ભાડે આપે ત્યારે મકાન ભાડે આપ્યાની તારીખથી દિવસ-૮માં  મુજબના નિયત નમુનાના પત્રકમાં જરૂરી વિગતો ભરી જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનને ભાડુઆતના ઓળખકાર્ડની નકલ સાથે રૂબરૂમાં અગર તો ટપાલથી મોકલી આપવા ફરમાવ્યું છે.


બીજી યાદી પણ અક્ષરસ: એવી છે કે....દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. હાલના પ્રવર્તમાન સંજોગો અને ગુપ્તચર સંસ્થાઓના વખતો વખતના અહેવાલો અનુસાર આંતકવાદી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ કરતા તત્વો દ્વારા કરાતી ગેરકાયદેસરની પ્રવૃતિ રોકવા તથા આવી પ્રવૃતિ કરતા ગુનેગારોની ઓળખ સહેલાઈથી થઇ શકે અને ગુન્હાઓને અટકાવવા માટે સમગ્ર દેવભૂમિ દ્વારકાજિલ્લાના તમામ મહત્વના સ્થળો જેવા કે પેટ્રોલપંપ, ટોલ પ્લાઝા, તમામ બેંકો, એ.ટી.એમ.સેન્ટરો, ખાનગી ફાઇનાન્સ્, શ્રોફ, આંગડીયા પેઢીઓ, સોના ચાંદીના શો-રૂમ, હોટલો ગેસ્ટહાઉસ, રેસ્ટોરન્ટો, તથા શોપીંગ મોલ,  થિયેટર વગેરે સ્થળોએ નાઇટ વિઝન તથા હાઇડેફીનેશન વાળા તેમજ ૧૫ દિવસની રેકોર્ડીંગની ક્ષમતા ધરાવતા સી.સી.ટી.વી. કેમેરા મુકવાના રહેશે.

ત્રીજી યાદી સેમ ટુસેમ જોઇએ તો..... દેવભૂમિ દ્વારકા જિલ્લો  ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં વિવિધ મોટા ઔદ્યોગિક એકમો જેવા વાયરલ ( વાયટલ હોવુ જોઇએ પરંતુ સરકારી યાદીમા વાયરલ શબ્દ છે)ઇન્સાટોલેશન સેન્ટરો આવેલા હોવાથી બહારના રાજયોમાંથી હજારોની સંખ્યામાં પરપ્રાંતિય લોકો રોજગારી અર્થે આવે છે અને બોગસ દસ્તાવેજ રજુ કરી સીમકાર્ડ ખરિદ કરતા હોય છે.ઘણીવાર ગુનાહિત માનસ ધરાવતા ઇસમો આવા બોગસ સીમકાર્ડ નંબરો ઉપરથી કોલ કરી રાષ્ટ્વિરોધી કે આતંકવાદી પ્રવૃતિને અંજામ આપે છે તેમજ લોકોને લાલચ- પ્રલોભન આપી પૈસા પડાવતા હોય છે તેમજ મહિલાઓની જાતીય સતામણી કરતા હોય છે. આ પ્રવૃતિને અટકાવવાદેવભૂમિ દ્વારકા જિલ્લા(મુ.ખંભાળીયા)ના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એમ.જાનીએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધ્ કરી ડીસ્ટ્રીરબ્યુ‍ટર અને સીમકાર્ડ વીક્રેતાઓ માટે કેટલાક આદેશો ફરમાવેલ છે.


ચોથા મુદાનો અમુકઅંશ જોઇએ તો......આ જિલ્લામા બહારના રાજયોમાંથી હજારોની સંખ્યામાં પરપ્રાંતિય/ આદીવાસી લોકો રોજગારી અર્થે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવે છે. મોટા ભાગના ખેડુતો પોતાની ખેતીવાડીના કામ માટે પરપ્રાંતિય / આદીવાસી લોકો દ્વારકા જિલ્લામા આતંકવાદ કરનારા ,ગુનેગાર પ્રકારના લોકો  બહારથી આવી ને રોકાય છે.