દ્વારકા જિલ્લામા ૨૫ ટકાએ જ મગફળી વાવી?

રજીસ્ટ્રેશન કેમ ઓછુ ?

દ્વારકા જિલ્લામા ૨૫ ટકાએ જ મગફળી વાવી?
file image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિદ્વારકા જિલ્લામા મગફળી વેંચાણ માટે માત્ર ૨૫% એ મગફળી વેચવા રજીસ્ટ્રેશન કરાવ્યુ છે ત્યારે આટલુ ઓછુ રજીસ્ટ્રેશન સમીક્ષાનો વિષય તો છે જ.! સરકાર દ્વારા ઓણસાલ પણ ખેડુતોની મગફળી ટેકાના ભાવે ખરીદવાનું શરૂ કરાયું છે.ત્યારે 1લી તારીખથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાટિયા અને દ્વારકા તેમજ ભાણવડ સહિત ચાર કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રો શરૂ કરાયા છે, દ્વારકા જિલ્લામાં કુલ 48499 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી આપવા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે .જિલ્લાના ખંભાળિયા 13812, ભાણવડ 10663, કલ્યાણપુર 20415, દ્વારકા 1275 ખેડૂતોની નોંધણી થઈ છે, હવે દ્વારકા જિલ્લામા બે લાખથી વધુ ખેડૂતો છે અને કલ્યાણપુર ખંભાળીયા ભાણવડ તાલુકા ખેતી માટે ફળદ્રુપ છે તેમજ મગફળી ની વાવણી નોંધપાત્ર થઇ હતી માટે ૪૮ હજારના બદલે એકલાખ જેટલી નોંધણી તો થવી જોઇએ ને?

ભલે પાક બગડ્યો તે ધ્યાને લઇએ તો પણ નોંધણી ઓછી છે કેમકે ખેડુતોને સરકારના વેંચાણ ના લોલીપોપ પર ભરોસો નથી તેવી ચર્ચાઓ સાંભળવા મળે છે હવે જે બાકી ખેડૂતો છે તેને વિમાસણ એ પણ છે કે ખુલ્લા બજારમા ઉપજ વેંચાશે? અને  ભાવ સરખો આવશે કે કેમ? ખેતી પ્રધાન રાષ્ટ્ર મા રાત દિ એક કરી ઉપજ મેળવી ને ખેડૂતો  નિરાંતનો શ્વાસ  લઇ શકતા નથી તેથી મોટી કરૂણતા કઇ હોઇ શકે?