દ્વારકામાં જાહેરમા કેમેરા ચાલુ અને અમુક હોટલોમા બંધ..!

હાઇએલર્ટ કાગળ ઉપર

દ્વારકામાં જાહેરમા કેમેરા ચાલુ અને અમુક હોટલોમા બંધ..!

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર દ્ધારકા જે આતંકવાદીઓના હીટલીસ્ટમા છે, ત્યા એક તરફ જાહેરમા માંડ માંડ કેમેરા ફીટ થયા પરંતુ લોકોના જણાવ્યા મુજબ હોટલોમા તો મોટા ભાગે સીસી ટીવી કેમેરા બંધ છે એક જાણકારે તો ત્યા સુધી કીધુ કે મોટાભાગની હોટલોમા કેમેરા બંધ છે છતાય કોઇ પુછવાવાળુ નથી, દ્વારકા કલેક્ટર વારંવાર જાહેરનામા કરે છે કે સીસીટીવી ફરજીયાત છે હોટલો, રેસ્ટરન્ટો, શોપીંગ મોલ, જાહેરસ્થળો, દવાખાના, પેટ્રોલપંપ સહિતના દરેક સ્થળે સીસીટીવી છે કે નહી છે તો ચાલુ છે કે કેમ ચાલુ છે તો નાઇટ વીઝન કેમેરા છે કે કેમ તેની તપાસ પોલીસે કરવાની હોય છે પરંતુ લાગે છે કે આવી તપાસ થઇ નથી નહી તો અનેક કેસ થયા હોય એ પાકુ છે તેમ પણ જાણકારોએ ઉમેર્યુ છે. આમ તો દ્વારકા અવારનવાર હાઇએલર્ટ ઉપર હોય છે અને સમજી શકાય કે હોટલોમા કોઇ શંકાસ્પદ લોકો પણ દેશના કોઇપણ ખુણેથી આવી રોકાય તેમા કદાચ કોઇ ષડયંત્ર કરનાર હોય શકે પરંતુ કેમેરા બંધ હોય તો જરૂર પડ્યે ઇન્વેસ્ટીગેશનમા મદદ કેમ મળશે? તેવો સવાલ સતાવાળાઓને એટલે નથી થતો કેમકે તેમાંથી ઘણાને અવારનવાર હોટલોના (ગેર) લાભ લેવા હોય છે.

-હોટલોના કેમેરા માટે બહારથી અવારનવાર એક્સપર્ટસ બોલાવવા પડે છે

આ યાત્રાધામમા ખુબ ચોક્સાઇ રાખવા હોટલોમા ચોવીસ કલાક કેમેરા ચાલુ રાખવા ફરજીયાત છે તેનુ દરેક હોટલોમા  પાલન થતુ નથી અને કરાવાતુ નથી જેના અનેક કારણો હોય શકે બીજી તરફ કોઇ તપાસ એજન્સી કે વહીવટી તંત્રને કંઇ જાણકારી શંકાના આધારે લેવી હોયતો હોટલોના કેમેરાના રેકોર્ડીંગ ચેક કરવા બહારથી એક્સપર્ટસ બોલાવાય છે, તે પણ મથી-મથી ને અંતે એમ કહે છે કે આમા કંઇ રેકોર્ડીંગ નથી છતાય તંત્ર કડક અમલવારી માટે ધોકો પછાડતુ નથી વળી અમુક હોટલ ફેમસ છે જ્યા શંકાસ્પદ ગતિવિધી હોય શકે છે તેમજ ત્યા દરેકના રજીસ્ટ્રેશન પણ થતા નથી તો અમુકમા તો બધી જ સુવિધાઓ સાથેની મહેફીલો મંડાય છે તેવી દ્વારકામા ચર્ચા છે, મોજશોખ કદાચ ભલે થઇ રહ્યા હોય  પરંતુ રાષ્ટ્રની સલામતીના ભોગે તો તે ચલાવી જ ન લેવાય અને હવે હાઇ એલર્ટ વખતે તમામ હોટલોના સીસીટીવી કેમેરા પરફેક્ટ ચાલુ થાય છે કે નહી તે જોવાનુ રહ્યુ.

-કંટ્રોલરૂમ પોલીસ સ્ટેશનના બદલે નગરપાલીકામા...!

દ્વારકા શહેરના અલગ અલગ જાહેર વિસ્તારોમાં 90 જેટલા સીસીટીવી કેમેરા માઇક એનાઉન્સ સિસ્ટમ સાથે લગાવવામાં આવ્યા છે. જેનો કંટ્રોલરૂમ દ્વારકા નગરપાલિકા કચેરીમાં તૈયાર કરવામાં આવ્યો છે. હવે ચોવીસ કલાક ત્યા કોણ મોનીટરીંગ કરશે રાત્રે ઓચીંતુ કંઇ એક્શન લેવા જેવુ લાગે તો શુ થાય? ખરેખર કંટ્રોલરૂમ અને મોનીટરીંગ વ્યવસ્થા અને સીસ્ટમ પોલીસ સ્ટેશનમા રાખવી જોઇએ તેવી મહત્વની બાબતે પણ ગંભીરતા લેવાતી નથી.,,,