દ્વારકા:વ્યાજે આપેલા પૈસા કઢાવવા માતા-પુત્રી અને જમાઈ એ આપી ધમકીઓ..

મુદ્લથી વધુ વ્યાજ ચુકવ્યું..

દ્વારકા:વ્યાજે આપેલા પૈસા કઢાવવા માતા-પુત્રી અને જમાઈ એ આપી ધમકીઓ..

Mysamachar.in-દ્વારકા:

ધર્મનગરી દ્વારકામાં દારૂ,જુગારના દુષણો સાથે વ્યાજખોરોનું દુષણ પણ વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે,દ્વારકામાં જ રહેતા અને ભજનકીર્તન નું કામ કરતાં અંકીતભાઈ દૂધરેજિયા નામના યુવકે આજથી થોડા સમય પૂર્વે નાણાભીડ ઉભી થતા મધુબેન કાનાભાઈ મારૂ નામની મહિલા પાસેથી ૧.૬૦ લાખ ૨૦%ના વ્યાજે લીધા હતા,જે બાદ અંકીતભાઈએ દર મહિને સતત ૧૧ માસ સુધી ૧.૬૦ નું લાખ ૨૦% લેખે ૩૨૦૦૦ વ્યાજ પણ મધુબેનને કુલ ૩.૫૨ લાખ જેટલું વ્યાજ ચુકવ્યું હતું,


પણ હવે અંકીતભાઈએ વ્યાજ ચૂકવવાનું બંધ કરી દેતા મધુબેન મારૂ અને તેની દીકરી વંદનાબેન મારૂએ ફોન પર ગાળો કાઢી ધમકીઓ આપેલ તેમજ મધુબેનના જમાઈ રાજુભાઈએ પણ અંકીતભાઈને ઘરે જઈ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપતા અંતે ભયભીત થઇ ચુકેલા અંકીતભાઈએ દ્વારકા પોલીસમથકમાં માતા-પુત્રી અને જમાઈ સામે ફરિયાદ નોંધાવી છે.