જામનગર અને દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલની હારમાળાઓ...

સંબંધિત તંત્રની મીઠી નજર હેઠળ કે .?

જામનગર અને દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલની હારમાળાઓ...

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

ફટાકડા એટલે દારૂગોળો...સામાન્ય રીતે દિવાળીનો તહેવાર ફટાકડા વિના અધુરો છે, ત્યારે ફટાકડા નું વેચાણ કરવા માંગતા વેપારીઓએ જરૂરી પ્રક્રિયાઓમાં થી પસાર થયા બાદ હંગામી કે કાયમી લાયસન્સ હોય તો ફટાકડા વેચાણ જરૂરી શરતોનું પાલન કર્યા બાદ કરી શકાય તેવો નિયમ છે, પણ હાલારના બંને જિલ્લામાં એટલે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદેસર ફટાકડાના હાટડાઓ રોડની વચોવચ ખડકી નિયમોની ઐસી તૈસી કરીને જોખમી એવા ફટાકડાઓનું ધૂમ વેચાણ થઇ રહ્યાની ફરિયાદો ઉઠી છે,

તો એવું પણ જાણવા પણ મળ્યુ છે કે અમુક  સતાને જોરે કે નેતાઓના પીઠબળ થી દાદ દેતા નથી અને અમુક "સહકાર" થી પણ ચાલે છે, દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સંબંધિત તંત્રની મીઠી નજર હેઠળ જામનગર જીલ્લાના લાલપુર, ધ્રોલ, જામજોધપુર અને કાલાવડમાં તો દ્વારકા અને ખંભાળીયામાં ઠેર-ઠેર ગેરકાયદેસર ફટાકડા સ્ટોર નો રાફડો ફાટયો છે, ફટાકડાના સ્ટોલ ગ્રાહકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા હોવાની બૂમ ઉઠી છે,

તો લાલપુરમાં તો રીતસરની ચાલતી હોય તેમ પ્રાંત અધિકારીની કચેરીએથી જાણવા મુજબ લાલપુરના ૧૪ જેટલા વેપારીઓ દ્વારા હંગામી લાયસન્સ માટેની અરજીઓ આવેલ જેમાંથી સાતથી આઠ જેટલા વેપારીઓને લાયસન્સ માટેની મંજૂરીઓ આપી દેવામાં આવી છે બાકીના અન્ય ની અરજીઓ માટે કાયદાકિય પ્રક્રિયા ચાલુ હોવાનું જાણવા મળી છે. જેમાં કોઈ  કાપડના સ્ટોલ ધારક ને ફટાકડા વેચવાની પરવાનગી આપવામાં આવી નથી છતાં લાલપુરના હાઈસ્કૂલ પાસે પાંચ જેટલા સ્ટોલ ધારકો દ્વારા ફટાકડા વેચવાનું નું લાઇસન્સ ન હોવા છતાં વેચાણ કરવામાં આવી રહ્યું છે ગેરકાયદે સ્ટોલ ધારક ઉપર તંત્ર દ્વારા કોઈ કાયદાકીય પગલાં ભરી કાર્યવાહી કરવામાં આવશે કે પછી કોઇ ઘટના કે દુર્ઘટના બને તેની રાહ જોવાઇ રહી છે, સરકાર દ્વારા ફટાકડાના સ્ટોલ માટે ફાયર સેફટી ના નિયમો ભરવા જરૂરી છે નિયમો અનુસાર સેફ્ટીના સાધનો અને સ્થળની પોલીસ દ્વારા તપાસ થવી જોઇએ અન્યથા સુરત જેવી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની પ્રશ્નો ઉઠી રહ્યા છે, 

-બોલનારું કોઈ નહિ..?
દ્વારકા જિલ્લાના તાલુકાઓ અને ગામડાઓમા આમ જ ચાલે છે તાલુકા મથક જો પંચાયત હોય તો ગ્રામ પંચાયત ચુપ રહે છે નગરપાલીકા હોય તો લગત અધીકારી ચુપ રહે છે આ ચુપ રહેવાનુ કારણ કંઇક અકળ છે......આમ તો દિવાળીએ બધાનુ સચવાય જતુ હશે એમ પણ અમુક લોકો કટાક્ષ કરી ઉમેરે છે કે તાલુકા ગામડામા આગ લાગે તો સેવા જામનગરથી લેવાય છે તેના કરતા પહેલાથી જ તકેદારી લેતા હોય તો....???

-દ્વારકા પોલીસે બે કેસ કર્યા..અભિનંદન 
તો ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલની હારમાળા વચ્ચે ગતસાંજે દ્વારકા પોલીસ દ્વારા શહેરમાં બે સ્થળોએ થી લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા બે શખ્સો સામે એકસપ્લોજીવ એક્ત સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરી છે,