જો આજે રાત્રે નશો કરવાનો હોય પ્લાન તો આ સમાચાર વાંચી લેજો...

જામનગર પોલીસ હશે દરેક સ્થળે 

જો આજે રાત્રે નશો કરવાનો હોય પ્લાન તો આ સમાચાર વાંચી લેજો...
જામનગર એસપી શરદ સિંઘલ

Mysamachar.in-જામનગર:

આજે દેશ-દુનિયામાં નવા વર્ષ એટલે કે 2020 ને વર્ષ આવકારવા લોકો અને સાથે ખાસ યુવાહૈયાઓ થનગની રહ્યા છે, એવામાં છેલ્લા કેટલાક વર્ષોથી આવી ઉજવણીઓમાં યુવાઓમાં નશાનું ચલણ ખુબ વધી રહ્યું છે, જેને કારણે નશામાં મારામારી, હત્યા, તોડફોડ સહિતના બનાવો બનતા પોલીસ ધંધે લાગી જતી હોય છે, ત્યારે આજની રાતે પણ જામનગર શહેર અને આસપાસના કેટલાય પાર્ટીપ્લોટ, હોટેલો અને ફાર્મહાઉસોમાં નવા વર્ષને આવકારવા યુવા હૈયાઓ ઝુમવાના છે, ત્યારે નવા વર્ષને ઝોમથી આવકારવા સુધી ઠીક છે. પણ જો તમે “ઝૂમ બરાબર ઝૂમ શરાબી કર્યું” તો ખેર નથી એટલા માટે કે જામનગર જીલ્લા પોલીસ વિભાગ દ્વારા આ અંગેનો એક ચોક્કસ એક્શનપ્લાન તૈયાર કરીને આવા નશાખોર, યુવતીઓની છેડતી કરનારાઓ ને ઝડપી પાડવા ખાસ ટીમો કાર્યરત રહેશે..

Mysamachar.in  સાથે વાતચીત કરતા જામનગર એસ.પી.શરદ સિંઘલે કહ્યું કે લોકોની સુરક્ષા માટે અમે તૈનાત છીએ.પણ ઉત્સાહનો ઉન્માદ અતિરેકમાં ના પ્રવર્તે તેનું પણ ખાસ યુવાઓએ ધ્યાન રાખવું પડશે...આજે રાત્રીના તમામ જુના અને નવા પોલીસ પોઈન્ટ્સ પર પોલીસ જવાનો બ્રેથ એનલાઈઝર  મશીનો સાથે તૈનાત થઇ જશે, જેના દ્વારા યુવક યુવતીએ નશો કર્યો છે, કેમ તેની તપાસ કરવામાં આવશે, અને જો કોઈ નશો કરેલા જણાઈ આવશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, વધુમાં પાર્ટીના સ્થળોની બહાર અને અંદર પોલીસના માણસો સિવિલ ડ્રેસમાં તૈનાત રહેશે અને તેવો પણ જે લોકો આવા સ્થળોએથી બહાર નીકળતા હશે તેનું બ્રેથ એનલાઈઝર મશીન દ્વારા ચેકિંગ કરવામાં આવશે. આમ આજે જો તમે નશો કરવાની તૈયારી કરતા હોવ તો ચેતી જજો નહિતર નવા વર્ષની રાત પોલીસ લોકઅપમાં વિતાવવાનો વારો આવશે.