ફેસબુકનો ઉપયોગ કરનાર લોકો માટે આ છે ચેતવા જેવો કિસ્સો

જામનગરમાં ડોકટર સાથે બન્યું આવું

ફેસબુકનો ઉપયોગ કરનાર લોકો માટે આ છે ચેતવા જેવો કિસ્સો

Mysamachar.in-જામનગર:

સોશ્યલ મીડિયાનો દિન-પ્રતિદિન ઉપયોગ કરતા દુરુપયોગનું પ્રમાણ વધી રહ્યું હોય તેવા એક પછી એક કિસ્સા ગુજરાતમાં સામે આવી રહ્યા છે, ફેસબુકનો ઉપયોગ કરતા યુવક-યુવતી તેમજ ડોક્ટરો,બિઝનેસમેન વગેરે લોકોના ફેસબુક એકાઉન્ટ પણ સુરક્ષિત નથી,ત્યારે ફેસબુકનો ઉપયોગ કરતા લોકોએ ચેતી જવાની જરૂર છે કે તેમના ફેસબુક એકાઉન્ટનો કોઈ ગેરઉપયોગ તો નથી કરતું ને નહીતર પરેશાન થવું પડશે,

જામનગરના જી.જી.હોસ્પિટલના એક રેસિડેંટ ડોક્ટરના નામે કોઈએ અલગ-અલગ ૨ બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવીને બિભત્સ મેસેજ વહેતા કરીને બદનામ કરીને ડોક્ટરને પરેશાન કરવામાં આવી રહ્યાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે,

આ કિસ્સાની પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો પ્રમાણે જામનગર જી.જી.હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે સેવા આપતા ડો. કેવિન વેશ્નાણીના નામે કોઈએ અલગ-અલગ ૨ બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવીને ડોક્ટરના ફેસબુક પ્રોફાઇલમાંથી ફોટા ડાઉનલોડ કર્યા બાદ આ ફોટા મોર્ફ કરીને સગા સંબંધી અને મિત્રોને અભદ્ર ચેટિંગ સાથે છેલ્લા ૪ માસથી મેસેજ કરીને પરેશાન કરી મૂકતા અંતે ડો.કેવિન વેશ્નાણીએ તાત્કાલિક સીટી-બી પોલીસમથકે  દોડી જઈને આઇટી એક્ટ મુજબ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને કોઈ જાણભેદુ હોવાની શંકાને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.