તંત્રની જો  ઈચ્છાશક્તિ  હોય  તો લોકોમાંથી સુચનોના ઢગલા..

શા માટે જાણો..?

તંત્રની જો  ઈચ્છાશક્તિ  હોય  તો લોકોમાંથી સુચનોના ઢગલા..

Mysamachar.in-જામનગર:

શહેરમાં એક તરફ દુકાનો લઇ ધંધો કરવો દરેકની ક્ષમતા ન હોય તે સ્વાભાવીક છે,નબળો વર્ગ ફેરી કરીને,રેકડીથી, કેબીનથી,ઠેલાથી પેટીયુ રળતો હોય છે,તેની રોજગારી છીનવવા માટે કંઇ આકર-ખોટા પગલા તો વ્યાજબી જ નથી, માટે આ તમામ માટે સુયોજીત જગ્યા ફાળવણી નથી માટે આ તમામ માટે સુયોજીત જગ્યા ફાળવણી કરી,એ જગ્યાએથી હટે તો કાયમી જપ્ત કરો જેથી નિયમન થાય અને નબળા વર્ગની રોજગારી પણ મળી રહે.


હા,બીજી તરફ જ્યારે સુપર માર્કેટ,રણજીત રોડ,દરબારગઢ,ચાંદીબજાર,રણજીતનગર,ખોડીયાર કોલોની,દિગ્વીજય પ્લોટ,સુમેર કલબ રોડ,દિગ્જામ સર્કલ,વગેરે વિસ્તારોમાં સાંજના સમયે અડધા રોડ ઉપર આવી જતા રેકડી-કેબીનો કોની કૃપાથી દબાણ કરે છે,અને આવી સંખ્યા હજારોની કુલ થાય તેમાંથી વારંવાર દસ  પંદર  વીસ પકડીને કેમ સંતોષ મનાય છે?ખરેખર કોર્પોરેશન ખાલી પ્લોટ,રેકડિ,પથારા માટે જગ્યા ફાળવી દે તે જરૂરી છે,તેવા સુચનો નાગરિકોમાથી આવે છે,જો કે આવુ સુયોજન કરે તો "મલાઇ" ન મળે ને તે સારા સુચનો કરતા નાગરિકો ને ક્યા ખબર હોય  છે?

પાર્કીગ ખુલ્લા કરાવો,ગે.કા. દબાણ પાડી,સીગ્નલો ચાલુ કરો...
શહેરમાં શોપીંગ સેન્ટરોના પાર્કીગ ખોલાવવા માટે ઝુંબેશ હાથ ધરાઇ ત્યારબાદ સર્વે કરાતાથી ૧૦૦ થી વધુ એવા શોપીંગ સેન્ટરોના પાર્કીંગ ખુલ્લા કરવાના જરૂરી છે,તેમ જણાયુ તે ખુલ્લા કરાવી ફરજીયાત ત્યાં પાર્કીંગ કરાવવાની તાતી જરૂર છે,નિયમીત ઢોર પકડવાની ઝુંબેશ ચલાવો,ઠેર-ઠેર અસ્થાયી-સ્થાપી દબાણોનું નિયમીત સર્વેક્ષણ કરી તેને દૂર કરવાની અવિરત ઝુંબેશ તેમાંય ઓટલા દબાણ દૂર કરવા વગેરે બાબતે નિયમીતતાની તાતી જરૂર છે,તો તમામ ટ્રાફીક સીગ્નલો ચાલુ કરાવી,ટ્રાફીક સ્ટાફને જ્યાં સીગ્નલ નથી ત્યાં નિયમન કરાવવા ફરજ સોંપવાની જરૂર છે.


મીઠી નજર બંધ કરો અને કાયદાનું પાલન કરાવો..
મીઠી નજર હેઠળ ભારે વાહનો પ્રતિબંધીત સમયે શહેરમાં ઘૂસે,વન-વેમાં સડસડાટ વાહનો ભય,માર્ગો ઉપર ભારે વાહનો પાર્ક થાય,જાણીતી હોટલ નીચે રેકડી કેબીન રોડની અંદર હોય તેના પથારા અડધા રોડ ઉપર હોય,જાણીતી પેઢી-સંસ્થા-શાળાના પાર્કીંગ રોડ ઉપર હોય આવી મીઠી નજર બંધ કરી એકસરખા કાયદાનું પાલન કરાવી ચોક્કસ સ્થળે જ માત્ર દંડા પછાડવાનું બંધ કરવાની જરૂર છે તેમ પણ લોકોમાં ચર્ચાય છે.