સલામત સવારી લટકી જાય..તો જવાબદારી તમારી..

જુઓ કેમ લટકી ગઈ બસ..

સલામત સવારી લટકી જાય..તો જવાબદારી તમારી..

Mysamachar.in-અમરેલી:

સલામત સવારી એસ.ટી અમારીના બણગાતો બોઉ ફૂકવામાં આવે છે,પણ રાજ્યમાં જુદા-જુદા સ્થળોએ એસ.ટીમાં થતી ખામીઓ વારંવાર ઉજાગર થતી રહે છે,એવામાં આજે અમરેલીના જીવાપર ગામ નજીક બગસરા-બગદાણા રૂટની એસ.ટી.બસ બ્રિજ પરથી પસાર થતા સમયે અધવચ્ચે જ લટકી પડી હતી.આ ઘટનાથી મુસાફરોના જીવ એક તબબ્કે તાળવે ચોટી ગયા હતા.એસ.ટી.બસમાં કુલ ૩૦ ઉપરાંત મુસાફરો હતા,તેમા ૭ જેટલા મુસાફરોને સામાન્ય નાની મોટી ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે.જોકે સદનસીબે અકસ્માતમાં મોટી દૂર્ઘટના ટળી હતી.