ફાયર સેફટી સિસ્ટમ વસાવવી છે..તો ફાયર શાખા જ કરી આપશે...?

આ ચર્ચા પકડ્યું છે ભારે જોર...

ફાયર સેફટી સિસ્ટમ વસાવવી છે..તો ફાયર શાખા જ કરી આપશે...?

Mysamachar.in-જામનગર:

જામનગર કોર્પોરેશનના જાણકાર સુત્રોએ સ્ફોટક વિગત આપતા જણાવ્યુ છે કે ફાયર સેફટીની નોટીસ પણ ફાયર શાખા જ આપે અને ફાયર સીસ્ટમ ફીટીંગ પણ ફાયર શાખાના સ્ટાફ  “સેનાપતિ"ની મીઠીનજર હેઠળ કરી આપવાની એજન્સી કાર્યરત રાખી ધૂમ કમાણી કરી રહ્યાનું કથિત રીતે ચર્ચાઈ રહ્યું છે,ત્યારે ખરેખર આવુ હોય તો તે બાબત ખુબજ ગંભીર અને તપાસનો વિષય ચોક્કસ છે,

જોકે ક્યા-ક્યા કામ કર્યા,ક્યા ક્યા કામ કરવાનુ નક્કી કર્યુ છે,શુ શુ કમાણી છે ,કોને કોને શુ ભાગ કે અન્ય લાભ-સેવા મળે છે તેની વધુ વિગતો સાંપડી રહી છે,જાગૃત નાગરિકોએ  અને કોર્પોરેશનના સુત્રોએ આ માટે તૈયારી દર્શાવી છે,પરંતુ ત્યા સુધીમા ખરેખર જો આવુ હોય તો તમામ  જવાબદારો  અજાણ હોય તેવુ માની ન શકાય,જોકે હજુ વધુ વિગત આવ્યે સમગ્ર વિસ્ફોટ તો થશે જ...પરંતુ જવાબદારો આવુ શા માટે ચલાવી લે છે તે સવાલ છે,તેમા અનેકના હિત સચવાયેલા હશે તેવુ અનુમાન થઇ શકે.

-બીજા પાસે સીસ્ટમ ફીટ કરાવી તો ગ્યા કામથી..

દેખીતુ છે કે વેપારીઓ કે લોકો ખર્ચ વ્યાજબી થાય તે માટે જુદી જુદી જગ્યાએ ભાવતાલ કરે અને ક્વોટેશન મંગાવે પરંતુ તકલીફ એ છે કે જ્યારે ખુદ ફાયરનો સ્ટાફ જ (કહેવાય છે તે પ્રમાણે) આ સુવિધા આપતા હોય કોન્ટ્રાક્ટ રાખતા હોય તો તેની પાસેથી જ સીસ્ટમ વસાવવી પડે નહી તો NOC ન મળે તેવી દહેશત લોકોને રહે તે સ્વાભાવિક છે,કેમ કે અન્ય કોન્ટ્રકાટરની સર્વિસમાંથી ખામી કાઢવામા આવે તો લોકોનો ખર્ચ તો પાણીમા જાય અને "સ્ટાફ"ની સર્વિસ હોય તો બધુ જ સડેડાટ પાસ થઇ જાય તેવુ બની શકે ને? આવી તો અનેક ચર્ચાઓ થાય છે જેમાંથી  અમુક ગંભીર તારણો નીકળી રહ્યા છે.પણ થઇ રહેલા આ ચર્ચાઓમાં તથ્ય કેટલું તે પણ તપાસ માંગી લેતો વિષય છે.