જો નર્મદા નું વધારાનું પાણી ના મળે તો જામનગરના શહેરીજનો ની હાલત થશે કફોડી

મેયર હસમુખ જેઠવા અને વિપક્ષ સભ્યએ શું કહ્યું સાંભળો વિડીયોમા...

mysamachar.in-જામનગર:

રાજ્યમાં છુટાછવાયા વરસાદ સિવાય હજુ એકપણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો નથી..એવામાં જામનગર જિલ્લામાં પણ વરસાદ પાછો ખેંચાય તો શહેરીજનો ની હાલત કફોડી થશે તેવી સ્થિતિ હાલે વર્તાઈ રહી છે..તાજેતરમાં જ નવા ચૂંટાયેલ મનપાના પદાધિકારીઓ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓને મળી ને આવ્યા છે..અને સાથે જામનગર શહેર ને ૫ એમએલડી વધારા નું પાણી મળશે તેવી આશા પણ લઈને આવ્યા છે..

પણ જામનગર શહેર ની દૈનિક ૧૦૫ એમએલડી પાણીની જરૂરિયાત સામે સસોઈડેમ ખાલી છે..જયારે રણજીતસાગર ઉંડ સહિતના ડેમોમાં પાણી નો થોડોઘણો જથ્થો ઉપલબ્ધ છે..અને દૈનિક ઘટનું ૪૫ એમએલડી જેટલું પાણી હાલ નર્મદા યોજના મારફત મેળવાઈ રહ્યું છે..પણ હયાત સ્ત્રોત ની સપાટી સતત  નીચે જતા મનપાના પદાધિકારીઓ  દ્વારા સરકાર પાસે ૫ એમએલડી વધુ પાણી નર્મદામાં થી આપવા માંગણી કરાઈ છે...

પણ આ માંગણી ક્યારે સંતોષવામાં આવશે તે ખબર નહિ પણ આજે મનપાના વિપક્ષ નેતા સહિતના કોર્પોરેટરો રણજીતસાગર ડેમની મુલાકાતે હતા અને જ્યાં તેવો એ મીડિયા સાથેની વાતચીતમાં શાશકોનું પાણી ને લઈને કોઈ જ આયોજન ના હોવાનો આક્ષેપ કર્યો છે....એક તરફ શાશકો સરકાર પાસે વધુ પાણીની માંગ કરે છે તો બીજી બાજુ વિપક્ષના સભ્યો એ પાણીની સ્થિતિ મુદે હાઈપાવર કમીટી બનાવવાની માંગ કરી છે..