જો કોઇ રૂા.૧૦નો ચલણી સિકકો નહીં સ્વીકારે તો ફોજદારી કાર્યવાહી થશે

જિલ્લામાં વધી રહી હતી ફરિયાદો..

જો કોઇ રૂા.૧૦નો ચલણી સિકકો નહીં સ્વીકારે તો ફોજદારી કાર્યવાહી થશે

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ક્યારેક એવું સામે આવતું હોય છે કે કોઈ ચીજવસ્તુઓ ખરીદ કર્યા બાદ ગ્રાહક જો દસ રૂપિયાનો સિક્કો આપે તે સામેવાળો વેપારી કે જે-તે તે સ્વીકારવાની ના પાડી દે છે,આવી ફરિયાદો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સામે આવતા દેવભૂમિ દ્વારકા કલેકટર નરેન્દ્રકુમાર મીના દ્વારા એક ફરમાન જાહેર કરવામાં આવ્યું છે,

જેમાં જો કોઇ વેપારી ગલ્લાવાળા, કરીયાણાવાળા કે અન્ય  કોઇ રૂા.૧૦નો ચલણી સિકકો તથા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિેયા દ્વારા હાલમાં ચલણમાં રહેલ કોઇપણ ચલણી સિકકા કે નોટ સ્વીકારે નહી તો દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર કચેરીમાં નામજોગ ફરીયાદ કરી શકાશે.જે વેપારી,પાનના ગલ્લાવાળા, કરીયાણાવાળા કે અન્ય સામે ફરીયાદ મળશે તેની સામે ફોજદારી કાર્યવાહી થશે. એમ જિલ્લાા કલેકટર ડો. નરેન્દ્ર કુમાર મીનાએ જણાવ્યું  છે.

જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રૂા. ૧૦નો ચલણી સિકકો વેપારીઓ, પાનના ગલ્લાવાળા, કરીયાણાવાળા સ્વીકારતા નહી હોવાની વ્યાપક ફરીયાદ બેંકોની ત્રિમાસિક બેઠકમાં બેંકો દ્વારા કલેકટરને કરવામાં આવેલ...રિઝર્વ બેંક ઓફ ઇન્ડી્યાએ રૂા.૧૦નો ચલણી સિકકો અમાન્ય કર્યા હોવાની જાહેરાત કરી ન હોવા છતા વેપારીઓ, પાનના ગલ્લાવાળા, કરીયાણાવાળા પોતાની મનમાની કરી રૂા.૧૦નો ચલણી સિકકો સ્વીકારવા  કરે છે,ખાસ કરીને પાનના ગલ્લાવાળા, કરીયાણાવાળા તેમજ હોલસેલના વેપારીઓ રૂા.૧૦નો ચલણી સિકકો સ્વીરકારતા જ નથી.વેપારીઓ જાણી જોઇને સમાજમાં ગેરસમજ ઉભી કરે છે,જેને  કારણે જીલ્લાના તમામ લોકો રૂા.૧૦નો ચલણી સિકકો બેંકોમાં જમા કરાવી દે છે,અને બેંકોમાંથી પરત સ્વીકારતા નથી.

આમ તમામ રૂા.૧૦ ના ચલણી સિકકાનો બેંકોમાં ભરાવો થાય છે,આથી આવા વેપારીઓ સામે ત્વરીત કાર્યવાહી કરવામાં આવે તેવી બેંકોની જિલ્લાની ત્રિમાસિક બેઠકમાં બેંકો દ્વારા જિલ્લા  કલેકટરને રજુઆત કરવામાં આવેલ. જેના અનુસંધાને કલેકટરએ રૂા.૧૦ નો ચલણી સિકકો તથા રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા હાલમાં ચલણમાં રહેલ કોઇપણ ચલણી સિકકા કે નોટ સ્વીકારે નહી તેવા તમામ વેપારીઓ, પાનના ગલ્લાવાળા, કરીયાણાવાળા કે અન્ય કોઇપણ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.