Mysamachar.in-જામનગર:
જામનગરમાં ચોક્કસ સ્થળોએ જ ટ્રાન્સફોર્મર ફરતે લોખંડની ગ્રીલ મુકાઇ છે, આ ટ્રાન્સફોર્મર ફેન્સીંગ ઇન્ટી પાવર ડેવ સ્કીમ હેઠળ રિંગ મેઇન યુનિટ અંતર્ગત સીટીમાં ૧૪૦૦ સ્થળોએ બધે દ્વારકા ૧૫૦, ખંભાલિયા ૩૨, કાલાવડ ૧૮ એમ જુદા જુદા મળી ૧૭૦૦ જેટલા સ્થળોએ આ કામ થયુ છે, આ આરએમયુ ફરતે એક ફેન્સીંગનો ખર્ચ ૪૦૦૦૦ થાય છે, માટે કુલ ૬ કરોડથી વધુ ખર્ચ થયો છે, જોકે તેની મજબુતાઇ અંગે કોઇ ગેરંટીની વાતો ક્યાય બતાઈ આવતી નથી, બીજી તરફ આ કામ કરતી વેળાએ કોર્પોરેશન કે લગત સુધરાઇની મંજુરીના લેવાનો મામલો પણ ભારે ચગ્યો હતો,અને કોઇપણ જાતના સુપરવિઝન વગર થયેલા કામના કરનાર કોન્ટાક્ટ્રનુ નામ જાગૃત નાગરિકો પુછે તો સર્કલ કચેરીના એક "વામન" છુપાવતો હતો,
હાલ તો પરિસ્થિતિ એ છે કે ઘણા લોકો આ ફેન્સીંગ અંદર કચરા ગંદા પાણી નાંખે છે કપડા સુકવે છે, અમુક તો ઢોર પણ ક્યારેક બાંધી દે છે કેટલીક તો ટુટી ગઇ છે વગેરે સ્થિતિ છે, ટ્રાન્સફોર્મરથી લોકોની પશુઓની સલામતિ રહે તેવા હેતુ માટે આ પ્રોજેક્ટ કર્યાનુ કહેવાય છે તો સમગ્ર પણે બેય જિલ્લામા એક લાખથી વધુ ટ્રાન્સફોર્મરમાંથી ૧૭૦૦ જ કેમ પસંદ કરાયા? બીજો ખુબ સંવેદનશીલ ગણાતો મુદો એ છે કે આ દરેક ગ્રીલ માટે પીજીવીસીએલ જામનગર એ ૪૦૦૦૦ દીઠ નાણા ચુકવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે., તો ખરેખર આ ગ્રીલમા આટલો ખર્ચ થાય? જાણકારોના મતે આ ચુકવણુ ડબલથી પણ વધુ છે, ત્યારે આ કરોડોનો ખેલ વામન અને કૃશએ સંયુક્ત રીતે આચર્યો છે, તેની તપાસ માંગવાની ગતિવિધી થઇ રહી છે જો તેમા સત્ય બહાર આવશે તો "વામન"ના ઘણા ખેલ ખુલ્લા પડશે તેવુ જાણકારોનુ અનુમાન છે.