જો શહેર વિસ્તારમાં હેલ્મેટમા થી મુક્તિ આપવામા નહિ આવે તો....

જામ.બાર એસોસિએશનની ચીમકી...

જો શહેર વિસ્તારમાં હેલ્મેટમા થી મુક્તિ આપવામા નહિ આવે તો....

Mysamachar.in-જામનગર:

હાલમાં રાજ્ય સરકાર દ્વારા ટ્રાફીક નિયમોમાં જે ફેરફાર કરવામાં આવેલ છે. અને તેમાં જે દંડ જાહેર કરવામાં આવેલ છે. તે જોતાં સ્પષ્ટ જણાઇ આવે છે કે, રાજ્ય સરકાર આર્થિક ભીસ અનુભવી રહેલ છે. અને આ આર્થિક ભીસમાથી મુક્તિ મેળવવા માટે સામાન્ય પ્રજાજનો પર ટ્રાફીક નિયમોના નામે અસહય દંડમાં વધારો કરેલ છે. અને તે પ્રમાણેની વસૂલાત કરવાની નીતી જાહેર કરીને ગૃહખાતા દ્વારા રાજ્યના તમામ ટ્રાફીક નિયમોમાં જાહેર કરેલ દંડની રકમની અસહય વધારો પરત ખેંચવા જામનગર વકીલ મંડળ દ્વારા મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને જામનગર એસપીને પત્ર પાઠવી શહેરી વિસ્તારમાં થી લોકોને હેલ્મેટમા થી મુક્તિ આપવા રજૂઆત કરાઈ છે,

રજુઆતમાં મુંબઈ હાઈકોર્ટના હુકમને પણ ટાંકવામાં આવ્યો છે, ત્યારે મહાનગરપાલીકા વિસ્તારમાં હેલ્મેટમાથી મુક્તિ આપવાનો હુકમ કરેલ છે જેને ધ્યાને લઈને ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોમાં મહાનગરપાલીકા વિસ્તારમાથી હેલ્મેટને મુક્તિ આપવા જામનગર વકીલ મંડળની રજૂઆત છે. જો મહાનગરપાલીકાઓમા ટુ-વ્હીલરનો ઉપયોગ કરનાર પ્રજાજનોને હેલ્મેટ પહેરવામા થી મુક્તિ આપવામાં નહીં આવે તો ના છૂટકે જામનગર વકીલ મંડળના વકીલો સવિનય કાનુન ભંગ કરી હેલ્મેટના નિયમનો અનાદર કરશે અને જેલભરો આંદોલન કરતાં અચકાશે નહીં.તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.