હવે જરૂરિયાતવાળા દર્દીઓ માટે પણ દોડશે,ICU ઓન વ્હીલ્સ..

અત્યાર સુધી VIP પૂરતો ઉપયોગ..

હવે જરૂરિયાતવાળા દર્દીઓ માટે પણ દોડશે,ICU ઓન વ્હીલ્સ..

Mysamachar.in-જામનગર:

છેલ્લા ઘણા સમયથી ICU ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સના મામલે સામાજીક કાર્યકર નિમેષ સીમરીયા લડત આપી રહ્યા હતા,અને અંતે તેમને આ મામલે  સફળતા મળી છે,આખરે જી.જી હોસ્પિટલના તંત્રએ સ્વીકાર્યું. છેલ્લા ૫વર્ષથી આ એમ્બ્યુલન્સનો ઉપયોગ ફક્ત VIP અને પ્રોટોકોલ માટે જ થયો છે,સામાજિક કાર્યકર નિમેષ સીમરીયા છેલ્લા ૨ વર્ષથી ICU ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સનો લાભ જામનગરના દર્દીને મળે તે હેતુથી જી.જી હોસ્પિટલના તંત્ર સામે ઉચ્ચ કક્ષાની લડત ચલાવી રહ્યા હતા,અને તેઓ દ્વારા છેલ્લે તા.૨૬ મે,૨૦૧૯ ના રોજ મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન ફરિયાદમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ નોંધાવતાં જ ગણતરીના દિવસોમાં જી.જી હોસ્પિટલના તંત્રને પોતાની બેદરકારી અને પોતાની ભૂલ સમજાઇ હોય તે રીતે તુરંત જ હોસ્પિટલના તંત્ર દ્વારા તા.૨૦ જૂન,૨૦૧૯ ના રોજ S.O.P પ્લાન કઈ રીતે તેમાં દર્દીઓને લાભ આપવો.તેવા નિયમોનો પ્લાન બનાવવામાં આવ્યો.પ્લાન બનાવ્યા બાદ તુરંત જ તેમના લેખિત જણાવ્યા પ્રમાણે જામનગરના દર્દીઓ હવેથી તેમનો લાભ લઈ શકશે.આ ICU ઓન વ્હીલવેનમાં વેનટીલેટરથી લઈને અનેક સુવિધાઓ  ઉપલબ્ધ હોય છે,જેના ઉપયોગથી જામનગરના ઘણા દર્દીઓ  આ એમ્બ્યુલન્સ આવનાર સમયમાં ઉપયોગી નીવડશે,


ત્યારે ગંભીર પ્રશ્ન એ પણ થાય છે કે,૨૦૧૪ થી આ એમ્બ્યુલન્સ જી.જી હોસ્પિટલના તંત્રને ફાળવવામાં આવી હતી.ત્યારથી લઈ અત્યાર સુધીના ૫ વર્ષ  સુધીના સમયગાળા દરમ્યાન જી.જી ના તંત્ર દ્વારા એક પણ વખત જામનગરની પ્રજાને એમ્બ્યુલન્સનો લાભ મળે તે માટે થઈને એક પણ વખત પ્રયાસ કરવામાં નથી આવ્યા તે ગંભીર બાબત છે,ન જાણે જામનગર આટલા વર્ષમાં કેટલા દર્દીઓનો આ સુવિધાના અભાવે અને તંત્રની બેદરકારીના લીધે ભોગ લીધો હશે.અત્રે ઉલ્લેખનીય છે કે,જ્યારે-જ્યારે મીડીયા અને સમાચાર પત્રોએ આ મુદ્દા ઉપર તબીબી અધ્યને પુછવામાં આવતું હતું.તો જી.જી ના તંત્ર દ્વારા તમામ પ્રકારના દર્દીઓને લાભ મળે છે,દર્દીઓને આ એમ્બ્યુલન્સમાં પૂરી સુવિધા મળે છે,એવું નિવેદન આપીને મીડીયા સમાચાર પત્રો અને સરકારને ગેરમાર્ગે દોરવાનો ષડયંત્ર રચ્યું હતું.

જ્યારે-જ્યારે સામાજિક કાર્યકર દ્વારા RTI હેઠળ માહિતી માગવામાં આવતી તો તે માહિતીના કાયદાનો ભંગ કરીને તેમને પણ અનેકો વખત ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા,પણ સામાજિક કાર્યકરે પણ  આ લોક  લડતમા  પીછેહઠ ના કરીને જરૂરિયાતવાળા દર્દીને આ એમ્બ્યુલન્સનો લાભ અપાવવા સફળ થયા છે,જો કોઈ રાજકીય નેતા આ મુદ્દામાં રસ ધરાવ્યો હોત તો દર્દીઓના હિતમાં તેવો પણ કઈક કરી શક્યા હોત.જો કે આ એમ્બ્યુલન્સ કોને આપવી,કેવા પ્રકારના દર્દીને ખાસ જરૂરિયાત છે તે જે-તે વિભાગના તબીબ નક્કી કરશે.