"મારા કાર્યકાળમાં જીલ્લા પંચાયત મા પારદર્શક વહીવટ જ ચાલશે"પ્રમુખ નયનાબેન માધાણી

૩૬૦૦ ચેકડેમો રીપેર કરવા રા.સરકારને રજૂઆત

"મારા કાર્યકાળમાં જીલ્લા પંચાયત મા પારદર્શક વહીવટ જ ચાલશે"પ્રમુખ નયનાબેન માધાણી

જામનગર જિલ્લા પંચાયતમાં ૨૦ વર્ષ બાદ ત્રીજી ટર્મ મહિલા પ્રમુખની અનામત આવતા તાજેતરમાં જિલ્લાપંચાયતના મહિલા  પ્રમુખપદે નિમણુંક પામેલા નયનાબેન પ્રવીણભાઈ માધાણી જામનગરથી શરૂ થયેલ પ્રથમ ન્યૂઝ વેબ પોર્ટલ MYSAMACHAR.IN ની મુલાકાતે આવીને શુભેચ્છા પાઠવી હતી 

જિલ્લાપંચાયતના મહિલા પ્રમુખ નયનાબેન માધાણીએ MYSAMACHAR.IN ને આપેલ મુલાકાતમાં જણાવ્યું હતું કે, જિલ્લાપંચાયતના વિવિધ વિભાગોમાં સ્ટાફની મોટી ઘટ છે,ખાસ કરીને સિંચાઈ વિભાગમાં સ્ટાફની ઘટના કારણે ચેકડેમ સહિતની કામગીરી પર અસર થવા પામેલ છે, એમ કહીએ તો ચાલે કે સિંચાઈ  વિભાગનો વહીવટ ઠપ્પ થઈ ગયો છે,રાજ્ય સરકાર દ્વારા નવી ભરતી કરે તેવી  માંગણી કરવા સાથે જ તેવો એ જિલ્લાપંચાયતમાં કોંગ્રેસમાં આંતરીક વિખવાદ છે તેવા પ્રશ્નના જવાબમાં પ્રમુખએ જણાવ્યુંકે  કોંગ્રેસમાં કોઈ આંતરીક વિખવાદ નથી કારોબારી સમિતિમાં નિમણુક મામલે સામાન્ય મતભેદ હતો તે દુર થયો છે તેવો નિખાલસ એકરાર કર્યો હતો,વધુમા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન માધાણીએ જામનગર જિલ્લામાં આવેલા નાના મોટા 3600 જેટલા ચેકડેમ આવેલ છે,તે હાલ જર્જરિત હાલતમાં હોય તે  રીપેર  થાય તો વરસાદી પાણીનો સંગ્રહ  સારો એવો થાય તેમ છે અને ખેડૂતોને સિંચાઈમા મોટો ફાયદો થાય તેમ છે,આ ચેકડેમ  રીપેર કરવા માટે સામાન્ય રકમની જરૂરીયાત હોય રાજ્ય સરકાર ખાસ ગ્રાન્ટ ફાળવીને ખેડૂતોના હિતમાં તાત્કાલિક અમલવારી કરે તે જરૂરી છે,

 હાલ ચોમાસાની સિઝનમાં પાણીજન્ય રોગચાળો ફેલાય તે પહેલા જિલ્લા આરોગ્ય તંત્રને ગ્રામીણ ક્ષેત્રમાં તકેદારી રાખવા અને જરૂરી તમામ પગલાં ભરવા માટે  સૂચના  આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું,નયનાબેન નિખાલસપણે  ચર્ચા કરતા જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતમાં અઢી વર્ષના મારા શાસન  દરમ્યાન પારદર્શક વહીવટ, ખેડૂતોના પ્રશ્નો, સામાન્ય લોકોની રજૂઆત, સહિતના પ્રશ્નોના નિકાલ માટે અગ્રતા આપીને ઝડપી નિકાલ કરવામાં આવશે તેમાં કોઈ બાંધછોડ કરવામાં નહિ આવે , આ રાજકીય પદ થકી  પ્રજાની  સેવા કરવાની તક  મળી છે ત્યારે પ્રમુખ પદને દાગ લાગવા દઈશ નહીં તેવું મક્કમ વિશ્વાસ સાથે નયનાબેન માધાણી જણાવ્યું હતું 

અંતે નયનાબેન માધાણીએ મહિલાઓની શક્તિ વિશે વિલિયન ગોલ્ડીંગના વાક્ય  "સ્ત્રીઓએ તેઓ પુરુષ સમોવડી છે તેવો ઢોંગ કરવો એ એક મૂર્ખાઈ છે, કેમ કે તેઓ પુરુષો કરતા હમેંશા મહાન હતી જ અને રહેવાની છે"  તે સાથે જામનગર જિલ્લાની મહિલાઓને પ્રેરક સંદેશો આપ્યો હતો.