મારી દીકરીનો પતો આપનાર ને હું એક લાખ નું ઇનામ આપીશ:પિતાની જાહેરાત

બહુચર્ચિત છે આ કેસ..

મારી દીકરીનો પતો આપનાર ને હું એક લાખ નું ઇનામ આપીશ:પિતાની જાહેરાત

mysamachar.in-સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગરના ચોટીલા માં ચાર માસ પૂર્વે  એક ટયુશન કલાસીસ ચલાવતા શિક્ષક દ્રારા ચોટીલાના વેપારીની  પુત્રીને ભોળવીને ભગાડી જવાની ફરિયાદ પરિવારજનોએ નોંધાવ્યા બાદ આ મુદ્દો સમગ્ર સૌરાષ્ટ્રમા ભારે ચર્ચાનું વિષય બન્યો હતો.

પણ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચાર ચાર માસ વીતી ચુક્યા છતાં પણ પોતાની લાડકવાયી  દીકરીનો કોઈ પતો ન લાગતા અંતે પરિવારજનોએ લંપટ ટ્યુશન કલાસીસ ચાલવતા ધવલ ત્રિવેદીનો પતો આપનારને એક લાખના ઈનામની જાહેરાત ગુમ યુવતીના પિતાએ કરી છે.

જેમાં પુત્રી અને ધવલ ત્રિવેદીનો ફોટો સોશ્યલ મીડિયામાં પણ વાઈરલ કરવામાં આવ્યો છે.પોલીસ દ્રારા લાંબો સમય વીતી ચૂકવા છતાં થવી જોઈતી કાર્યવાહી અને હજુ સુધી પતો ન લાગતા અંતે ગુમ યુવતી નિધિના પિતાએ સોશ્યલ મીડિયાનો નો સહારો લેવાની પણ ફરજ પડી છે,

પરિવારજનોનો આક્ષેપ છે કે યુવતિને ભગાડી જવામાં આ શિક્ષક ધવલ શાતિર છે.અગાઉ પણ અનેક યુવતિને ફસાવી ચુક્યો છે,અને આવા જ ગુનામાં સી.બી.આઈના હાથે ઝડપાઇ આજીવન કેદની પણ સજા થયેલ છે.જેલમાં સંપૅક થઈને પેરોલ મેળવી ચોટીલામાં ટયુશન કલાસીસ ચલાવતો હતો.અને ત્યાથી એક યુવતિને ફસાવીને નાસી છુટેલ ચાર મહીના થવા છતા પોલીસને કોઈ પગેરૂ હાથ ન લાગતા પરિવારજનોએ ના છુટકે સોશ્યલમીડિયાનો સહારો લઈને એક લાખ રોકડની ઇનામ ની પણ જાહેરાત કરી છે..અને કેસની યોગ્ય તપાસ થાય તેવી પણ માંગ કરી છે.