એરપોર્ટ પર પતિ રાહ જોતો રહ્યો અને પત્નીએ આવું કર્યું..

અંતે પતિએ કરી ફરિયાદ

એરપોર્ટ પર પતિ રાહ જોતો રહ્યો અને પત્નીએ આવું કર્યું..

Mysamachar.in-અમદાવાદ:

સામાન્ય રીતે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા પત્ની જ પોતાને ત્રાસ અપાતો હોવાની ફરિયાદ કરતી હોય છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર કલાકો સુધી પતિ અમેરિકા જવા માટે પત્નીની રાહ જોયા બાદ ન આવતા ભારે પરેશાન થઈ ઉઠ્યો હતો અને પાછળથી ખબર પડી કે તેની પત્ની અભ્યાસનાં તમામ સર્ટિફિકેટો, પાસપોર્ટ, પીઆર કાર્ડ, લેપટોપ લઇને વિશ્વાસઘાત કરીને અમેરિકા ભાગી જતા ચોંકાવનારી ફરિયાદ અમદાવાદમાં પોલીસ મથકે નોંધાઈ છે,

ચર્ચાસ્પદ આ કિસ્સાની મળતી માહિતી મુજબ અમદાવાદનાં યુવક વિરેન્દ્રસિંહના  અમદાવાદની જ પરંતુ અમેરિકાનાં જ્યોર્જિયામાં રહેતી શ્રી ઉર્ફે રિમા નામની યુવતી સાથે બે વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા બાદ ૨૦૧૮માં સમાજના રિવાજ પ્રમાણે બંનેએ લગ્ન કર્યા હતાં. ત્યારબાદ વિરેન્દ્રસિંહ પોતાના ખર્ચે અમેરિકાનાં જ્યોર્જિયામાં જ્યાં પત્ની રહેતી હતી ત્યાં તે ગયો હતો. અમેરિકા ગયાના એક મહિના બાદ તેને ઘર જમાઇની જેમ રાખતા હતા. યુવકને એક હજાર ડોલરનો પગાર આવતો હતો તે તેની પત્ની અને તેના માતા પિતા તેમના ખાતામાં જમા કરાવતા હતા. જો અમદાવાદી યુવક વિરેન્દ્રસિંહ પગાર આપે નહીં તો ઇન્ડિયા પરત મોકલી દેવાની ધમકી આપીને ત્રાસ આપવામાં આવતો હતો,

દરમ્યાન થોડા દિવસ પહેલા વિરેન્દ્રસિંહના સાળાનાં લગ્ન હોવાથી તેઓ અમદાવાદ આવ્યાં હતાં. લગ્ન પતાવીને તેઓ અમેરિકા જવા રવાના થયા ત્યારે પત્ની, તેના માતા, પિતા, ભાઇ અને પતિની ફ્લાઇટની ટિકિટ, અભ્યાસનાં સર્ટિફિકેટ, પાસપોર્ટ, પીઆર કાર્ડ અને લેપટોપ વગેરે પત્ની પાસે જ હતા અને પતિ-પત્ની બંને અલગ અલગ કારમાં એરપોર્ટ જવા નીકળ્યાં હતાં. 

પરંતુ પતિએ ત્યાં જઇને જોયુ તો પત્ની અને તેનો પરિવાર ત્યાં હાજર ન હતો. જે પછી પતિનો ફોન પણ ચાર જણમાંથી કોઇ ઉપાડતા ન હતાં. વિરેન્દ્રસિંહે તાત્કાલિક નારોલ પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની, સાસુ, સસરા અને સાળા વિરુદ્ધમાં અરજી કરી દીધી હતી. પોલીસે યુવકની પત્ની અને તેના પરિવાર વિરુદ્ધમાં કાર્યવાહી નહીં કરતા યુવકે હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરતા કોર્ટે તપાસ કરવાના આદેશના પગલે અમદાવાદ નારોલ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.