કલ્યાણપુરના દેવળીયા ગામે પતિએ પત્નીને ઉતારી દીધી મોતને ઘાટ...

dysp સહિતનો કાફલો તપાસ માટે પહોચ્યો

કલ્યાણપુરના દેવળીયા ગામે પતિએ પત્નીને ઉતારી દીધી મોતને ઘાટ...

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ગુસ્સામાં આવેલો માણસ શું કરે બેસે છે તેનો ખ્યાલ તેને પણ નથી હોતો, દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર ના દેવળીયા ગામે પતિએ જ પત્નીની હત્યા નીપજાવવાનો કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે, કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે પતિ પત્નિ વચ્ચે સામાન્ય બાબતે ઝગડો થતાં પતિ જસમતગીરી એ પત્ની રેખાબેન (ઉવ.32) ને લાકડી નો ઘા માથામા માર્યા બાદ તેણીનું મોત ના નીપજતા ગળાટુપો આપીને ને પત્નીની હત્યા નીપજાવી હતી, બનાવના પગલે ડીવાયએસપી પટેલ સહિત કલ્યાણપુર પોલીસ દોડી જઇ પતિ જસમતગીરી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. મહિલાના મોતથી બે વર્ષની પુત્રીએ માતાની છાત્રાછાયા ગુમાવી છે, હત્યા નીપજાવવા પાછળનું કારણ શોધવા પોલીસે આરોપી પતિને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.