ભગવાન આવી પત્ની કોઇને ન આપે, જુગારી પત્નીનો જોરદાર કિસ્સો

જાણો શું છે સમગ્ર કિસ્સો

ભગવાન આવી પત્ની કોઇને ન આપે, જુગારી પત્નીનો જોરદાર કિસ્સો
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-રાજકોટઃ

અત્યારસુધી તો તમે પુરુષોને જુગાર રમતા ઝડપાયાના સમચાર વાંચ્યા હશે પરંતુ રાજકોટમાં એક પત્નીને જુગાર રમવાની એવી લત લાગી ગઇ કે તેણે પોતાના પતિનું ઘર બરબાદ કરી નાખ્યું. શહેરના મેઘાણીનગરમાં રહેતી 26 વર્ષની એકતા ભીમાણી નામની મહિલાએ જુગારને કારણે પોતાના સાસરિયાના 5.60 લાખના ઘરેણા ગીરવે મૂકી પોતાના પિયર અમદાવાદ ભાગી ગઇ, આ અંગે એકતાના પતિએ પત્ની વિરુદ્ધ છેતરપીંડિ, વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર કિસ્સો સામે આવ્યો છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે રાજકોટમાં કરિયાણાનાં ધંધાર્થી અંકિતનાં લગ્ન ત્રણ વર્ષ પહેલા અમદાવાદનાં નારોલ વિસ્તારમાં ન્યુ ઈન્ડિયા કોલોનીમાં રહેતા મૂળ જુનાગઢનાં સાપુર ગામના વતની અને એકસ આર્મીમેન કિશોર આરદેસણાની પુત્રી એકતા સાથે થયા હતા. આ પરિવાર ઘરેણાઓ, રોકડ ઘરે કબાટનાં લોકરમાં રાખતા હતા. આ અંગે એકતા જાણતી હતી. પતિએ જણાવ્યું કે, પત્ની રોજ જીમમાં જવાનું કહીને બપોરે દોઢ વાગે ઘરે આવતી હતી. એકતા નવરાત્રીના આઠમા નોરતે અચાનક જ ઘરે કોઈને કહ્યા વગર પિયર અમદાવાદ આવી ગઇ હતી. જે બાદ બીજા જ દિવસે અલ્કા ઈમરાન નામની મહિલા એકતાના સાસરીયાનાં ઘરે પહોંચી હતી. ત્યાં જઇને સાસરિયાઓને કહ્યું હતું કે, એકતા બાર લાખની રકમ જુગારમાં હારી ગઈ છે જે લેવાની છે. જેથી પતિ અંકિતને આ આખી બાબતની જાણ થઇ હતી. આ ઘટસ્ફોટ બાદ ઘરમાંથી રકમ કે ઘરેણા નહીં લઈ ગઈ હોયની આશંકાએ જ્યાં ચાવી રહેતી ત્યાંથી લઈને કબાટ ખોલાતા અંદરથી ઘરેણા પણ ગાયબ હતા. પત્નીને ફોન કરીને પુછતાં તેણીએ ઘરેણા ફાઈનાન્સમાં ગીરવે મુકી દીધાનું જણાવ્યું હતું.

પત્નીએ સામે આક્ષેપ કર્યા

ફરિયાદના ગણતરીના જ કલાકોમાં પોલીસે આરોપી મહિલાની અમદાવાદ જઈને ઝડપી લીધી હતી. આ અંગે પોલીસનાં જણાવ્યાં પ્રામણે, આરોપી મહિલાએ શ્રાાવણ માસમાં જંકશન પ્લોટમાં કુખ્યાત ઈમરાન મેણુંને ત્યાં જુગાર રમવા જતી હોવાની કેફિયત આપી છે. મયુરી સોની નામની યુવતીના સંપર્કમાં આવ્યા બાદ ઈમરાનને ત્યાં જુગાર રમવા જતી હતી. મહિલાએ કરેલા આક્ષેપો અંગે મયુરી સોની, અલકા સહિતની પુછતાછ કરાશે. પતિની ફરિયાદ બાદ ખુદ પત્નીએ પણ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, 'પોતાને પતિ જ જુગાર સ્થળે મુકવા આવતો હતો, રકમ જીતીને ઘરે આપતી ત્યારે બધાને ગમતું હતું. જીતેલી રકમ પૈકી ત્રણ લાખ તો સાસરીયાઓએ વ્યાજે ચઢાવી દીધા હતા.'