પત્નીએ દારૂ પીવાના પૈસા ન આપતા પતિએ કર્યું આવું

ખીમરાણા ગામનો બનાવ

પત્નીએ દારૂ પીવાના પૈસા ન આપતા પતિએ કર્યું આવું

Mysamachar.in-જામનગર:

જામનગર નજીક ખીમરાણા ગામે રહેતા દુદાભાઈ ધરમશીભાઈ માંડવીયા નામના ૫૮ વર્ષીય વ્યક્તિએ પોતાની પત્ની પાસેથી દારૂ પીવા માટેના પૈસા માંગ્યા હતા, જે તેની પત્નીએ આપવાનો ઇન્કાર કરતાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને જે બાદ દુદાભાઈને આ વાતનું મનોમન લાગી આવતા તેણે ગામમાં આવેલા રામાપીરના મંદિર નજીક ઝાડમાં પોતાની મેળે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.