પિયુષમાંથી સલીમ બનેલા યુવાનની લવસ્ટોરીમાં પત્નીનો પૂર્વપ્રેમી બન્યો વિલન

જાણો ક્યાનો કિસ્સો

પિયુષમાંથી સલીમ બનેલા યુવાનની લવસ્ટોરીમાં પત્નીનો પૂર્વપ્રેમી બન્યો વિલન
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

મુસ્લીમ યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ પ્રેમ એટલી હદે વધી ગયો કે દરજી યુવાને મુસ્લીમ ધર્મ અપનાવીને બંને પતિ-પત્નીના લગ્નજીવનના બે વર્ષના અંતે વિલન બનીને પત્નીનો પૂર્વ પ્રેમી આવી જતા અંતે દરજી યુવાનએ પ્રેમમાં જિંદગી ખોઈ નાખીને આપઘાત કરી લીધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા ધ્રોલ શહેરમાં ચકચાર જાગી છે,

ચર્ચાસ્પદ કિસ્સાની મળતી વિગત મુજબ ધ્રોલના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતી સલીના જસરાયાને બે વર્ષ પહેલા પિયુષ સોલંકી સાથે આંખ મળી જતા બંનેએ લગ્ન કરી લીધા હતા અને સલીનાને એટલી હદે પ્રેમ કરવા લાગતા પિયુષએ મુસ્લીમ ધર્મ અંગીકાર કરીને પોતાનું નામ સલીમ રાખી લીધું હતું 

પરંતુ બે વર્ષના લગ્નજીવન બાદ વિલન તરીકે સલીનાનો પૂર્વ પ્રેમી એવો ઈદ્રીશ અબ્બાસ સિપાઈ આવી ગયો હતો અને પિયુષ ઉર્ફે સલીમને પરેશાન કરી મૂક્યો હતો.સલીના મારી પ્રેમિકા છે અને મોબાઈલમાં ફોટા દેખાડીને તેના જૂના પ્રેમીકા હોવાનું જણાવીને તું સલીનાને છોડી દે તેવું જણાવીને ભયંકર ત્રાસ આપતો હોવાથી અંતે બે દિવસ પહેલા પત્નીના પૂર્વ પ્રેમીના ત્રાસ અંતે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા કરૂણ બનાવ સામે આવ્યો છે.

વધુમાં સલીના જસરાયાના અગાઉ રાજકોટ જ્ઞાતીના જ યુવક સાથે લગ્ન થયા હતા,ત્યાં પણ ફોન કરીને રૂબરૂ જઈને સલીના સાથે પ્રેમ હોવાનુ જણાવીને ઈદ્રીશએ ૧૫ દિવસમાં જ લગ્ન તોડાવી નાખ્યા હતા અને ધ્રોલ પરત આવ્યા બાદ સલીનાને દરજી યુવાન સાથે પ્રેમસંબંધ થતા બીજું ઘર માંડ્યુ હતું,આવું પોલીસમાં નિવેદન આપીને મારા પતિ પિયુષ ઉર્ફે સલીમને મરવા માટે મજબૂર કરનાર ઈદ્રીશ સિપાઈ હોવાની ફરિયાદ નોંધાવી છે,

આમ ધ્રોલમાં મુસ્લીમ યુવતી માટે પિયુષમાંથી સલીમ બનેલા યુવાનને અંતે પત્નીના પૂર્વ પ્રેમીના કારણે જિંદગી ટૂંકાવી લીધાનો બનાવ બનતા વધુ એક લવ સ્ટોરીનો કરૂણ અંજામ આવ્યો છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.