કિસ કરવાનું કહી પતિએ પત્નીની જીભ કાપી નાખી !

ક્યાં બની આવી ઘટના

કિસ કરવાનું કહી પતિએ પત્નીની જીભ કાપી નાખી !
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

અમદાવાદમાં એક અચરજ પમાડે તેવી ઘટના સામે આવી છે, અહીં એક નરાધમ પતિએ પોતાની પત્નીની જીભ છરી વડે કાપી નાખી, એટલું જ નહીં ઘરમાં કોઇ પ્રવેશી ન શકે તેથી તેણે ઘરને બહારથી તાળું મારી ફરાર થઇ ગયો. જો કે પત્નીએ તેની બહેનને વીડિયો કોલ કરી જાણ કરતાં મામલો પ્રકાશમાં આવ્યો અને પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં જુહાપુરાના મહેરાજ સોસાયટીમાં રહેતા અને પાલડીમાં નર્સ તરીકે નોકરી કરતા તસ્લિમે અયુબ મન્સૂરી સાથે બીજા લગ્ન કર્યા હતા. લગ્નના બે ત્રણ મહિના બાદ નાની નાની વાતમાં અયુબે ઝઘડા ચાલુ કરી દીધા હતા. કોઈ કામધંધો કરતા ન હતા અને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.

બુધવારે મોડી રાતે અયુબે પત્નીને જીભથી જીભ કિસ કરવાનું કહ્યું હતું. જીભ બહાર નીકળતાની સાથે જ પકડી અને અયુબે તેમની પાસે રહેલી છરી કાઢી પત્નીની જીભ પર ફેરવી દીધી હતી. ત્યારબાદ ઘર બંધ કરી અયુબ નાસી ગયો હતો. બાદમાં તસ્લિમે જેમ તેમ કરી તેની બહેનને વીડિયોકોલ કરી સમગ્ર હકીકત જણાવી, તેની બહેન અન્ય સંબંધીઓ સાથે તાત્કાલિક તસ્લિમ પાસે આવ્યા અને તસ્લિમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડી હતી. ત્યારબાદ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી, વેજલપુર પોલીસે અયુબ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.