પતિ બન્યો હેવાન, પત્નીનું નાક કાપી પડીકુંવાળી ખિસ્સામાં લઇ ગયો !

રિસામણે બેઠેલી પત્નીને સમજાવવા ગયો હતો

પતિ બન્યો હેવાન, પત્નીનું નાક કાપી પડીકુંવાળી ખિસ્સામાં લઇ ગયો !

Mysamachar.in-અમરેલીઃ

અમરેલીના ખાંભામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે, અહીં એક પતિએ પોતાની જ પત્નીનું નાક કાપી નાખ્યું, એટલું જ નહીં કાપેલું નાકનું પડીકુંવાળી ખિસ્સામાં ભરી ફરાર થઇ ગયો. બાદમાં લોહીલુહાણ હાલતમાં મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં હાજર પોલીસ સ્ટાફે ફરિયાદ નોંધવા તથા આરોપીની અટકાયત કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી. બનાવની વિગત પ્રમાણે ખાંભાના ભગવતીપરામાં રહેતી અને વિરપુર સાસરે ગયેલી મહિલા પાતરીબેન ચારોલીયા કેટલાક સમયથી રિસામણે હતી, આથી તેનો પતિ પુના ચારોલીયા તેને મનાવવા માટે પીયર આવ્યો હતો, આ દરમિયાન પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ, જેમાં રોષે ભરાયેલા પુનાએ તીક્ષ્ણ હથિયાર વડે પત્નીનું નાક કાપી નાખ્યું. બાદમાં કાપેલું નાકનું પડીકુંવાળી પોતાની સાથે લઇ ગયો. મળતી માહિતી પ્રમાણે સમગ્ર મામલે પોલીસ ફરીયાદ થઈ નથી, પરંતુ ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા આરોપીની શોધખોળ અને ફરિયાદ નોંધવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.