સોશ્યલ મીડિયાનું માધ્યમ કઈ રીતે ચૂંટણી પ્રચાર માટે બનશે અસરકારક..

બાજી પલ્ટાવી શકે છે..

સોશ્યલ મીડિયાનું માધ્યમ કઈ રીતે ચૂંટણી પ્રચાર માટે બનશે અસરકારક..
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-જીતુ શ્રીમાળી:જામનગર:

લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની દાયકાઓ પહેલા રાજકીય પક્ષોએ ગામડાઓ ખૂંદી-ખૂંદીને ચોપાનીયા જેવી પ્રચાર સામગ્રીના માધ્યમથી લોકો સુધી પોતાની વાત પહોંચાડતા હતા અને પોતાના તરફેણમાં મતદાન કરવા માટે ભારે કસરત કરવી પડતી હતી. પરંતુ હવે હાઈટેક નેટવર્ક યુગ આવી ગયો છે અને આ વખતે લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા સોશ્યલ મીડિયાના ભરપૂર ઉપયોગ કરીને પ્રચાર-પ્રસાર પાછળ મોટુ બજેટ ખર્ચીને સરળતાથી મતદારો સુધી પોતાની વાત પહોંચાડવા માટે સોશ્યલ મીડિયા અસરકારક માધ્યમ બની ગયું છે,

અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી દ્વારા ભરપૂર સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને બાજી પલ્ટી નાખી હતી. તે ધ્યાને લઈને આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા પોતાના પ્રચાર-પ્રસાર માટે સોશ્યલ મીડિયાનો સહારો લેવો નો નિર્ણય કર્યો છે અને સોશ્યલ મીડિયાના સહારે આ વખતે ખેલાશે ચૂંટણી જંગ, મતદારો પર મનોવૈજ્ઞાનિક તેમજ મગજ પર અસરકારક વાત રજૂ કરવા માટે નેતાઓની હસી-મજાક ઉડાડવી, ટીખળ કરવી, ઉતરતા દર્શાવવા વગેરે સંદેશાઓનું બેફામ ઉપયોગ થશે,

આજના આધુનિક યુગમાં શહેરી અને ગ્રામીણ ક્ષેત્રમાં સ્માર્ટફોનનો વપરાશમાં વધારો થયો છે. એક પણ મતદાર એવો નહીં હોય કે જે Facebook, Whatsapp, Instagram સહિતના સોશ્યલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કરતો નહીં હોય. કરોડોની સંખ્યામાં લોકો સ્માર્ટફોનના માધ્યમથી સોશ્યલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો આ તકને ઝડપી લઈને પોતાના IT  સોશ્યલ મીડિયા દ્વારા દરેક મતદાર સુધી પોતાનો સંદેશો પહોંચાડીને પોતાની વાત રાખશે, જેના આધારે મતદાર પોતાનો અભિપ્રાય નક્કી કરી ચૂક્યા હશે,

આમ આ લોકસભાની ચૂંટણીમાં સોશ્યલ મીડિયા દરેક ઉમેદવારો માટે અસરકારક ચૂંટણી પ્રચારનું માધ્યમ બનતા મોટેપાયે તેની પાછળ રાજકીય પક્ષો દ્વારા બજેટ ખર્ચી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથોસાથ ચૂંટણીપંચ પણ મતદાન જાગૃતિ માટે વધુને વધુ મતદાન થાય અને આદર્શ આચારસંહિતાની કડક અમલવારી થાય તે માટે સોશ્યલ મીડિયાના ઉપયોગ પર ભાર મૂકીને સતર્ક છે. 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.