બોડી મસાજ કરવાનો શોખ યુવાનને કઈ રીતે પડ્યો ભારે…

આ રીતે થઈ છેતરપીંડી

બોડી મસાજ કરવાનો શોખ યુવાનને કઈ રીતે પડ્યો ભારે…

Mysamachar.in-જુનાગઢ:

મોબાઈલમાં વેબસાઇટ મારફત જુદીજુદી કંપનીઑ દ્વારા નીતનવી જાહેરાતો આપીને લોકોને લાલચમાં ફસાવવામા આવતા હોવાના કિસ્સાઓ રોજબરોજ બની રહયા છે,તેવામાં બોડી મસાજ કરાવવાનો શોખ જુનાગઢના એક યુવાનને ભારે પડી જવાનો  કિસ્સો સામે આવ્યો છે,આ યુવાને એક વેબસાઈટનો સંપર્ક કરીને બોડી મસાજ કરાવવા માટે બેંકમાં પૈસા ભર્યા બાદ પોતે છેતરપીંડી નો ભોગ બનતા મામલો પોલીસ સુધી પહોચ્યો છે,

જૂનાગઢમાં રહેતા ધવલ ધોળકિયા નામના યુવાને મોબાઇલ ફોન મારફત વેબસાઇટ પર બોડી મસાજ અંગેની પૂછપરછ કરી હતી,અને બોડી સ્પા વેબસાઇટ પરથી આ યુવાને સંપર્ક કર્યો હતો.વેબસાઇટ પરથી એક શખ્સે જૂનાગઢમાં જ આ સુવિધા ઉપલબ્ધ હોય તેમ એક હોટલમાં સુવિધા આપવામાં આવતી હોવાનું પણ ધવલને જણાવ્યું હતું,અને આ રીતે ધવલને ફોનમાં લલચાવી ફોસલાવી  આ શખ્સે બેંકના જુદાજુદા એકાઉન્ટ નંબર આપીને તેમાં ૭૧૦૦ જેવી રકમ ધવલ ધોળકિયાને જણાવ્યું હતું અને આ રકમ ભર્યા બાદ સામેથી કોઈ જવાબ મળ્યો ન હતો.

પૈસા બેંકમાં જમા કરાવ્યાના દિવસો બાદ પણ વેબસાઈટ પરથી કોઈ જ પ્રત્યુતર ના મળતા ધવલ ને થયું કે પોતે છેતરપીંડી નો ભોગ બન્યો છે,અને અંતે તેને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે,ધવલ તો છેતરપીંડીનો ભોગ બન્યો પણ આ કિસ્સો આવી સાઈટો જોઈને આંધળીદોટ મૂકી પૈસા વેડફવા નીકળી પડતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો પણ ચોક્કસથી છે.
 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.