Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ જીલ્લાના તાલુકામથકો અને ગામડાઓમાં નોંધાયો છે, સૌ પ્રથમ શહેરોની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં એટલે આજે સવારે 7 વાગ્યા સુધીમાં કાલાવડમાં અડધો ઇંચ, જામજોધપુરમાં અઢી ઇંચ, અને ધ્રોલમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે, તો ગ્રામીણ વિસ્તારોમાં જે ગામડાઓમાં વધુ વરસાદ પડ્યો છે તેના પર નજર કરવામાં આવે તો જામવંથલી, અલીયાબાડા, લતીપુરમાં, લૈયારા, શેઠવડાલા, જામવાડીમાં, પીપરટોડા,અને પડાણા આ તમામ ગામોમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે.