ઇમ્યુન(રોગપ્રતિકારકતા) સિસ્ટમની દુનિયા કેટલી તમારા હાથમાં?

રોચક શરીરશાસ્ર

ઇમ્યુન(રોગપ્રતિકારકતા) સિસ્ટમની દુનિયા કેટલી તમારા હાથમાં?
symbolic image

Mysamachar.in-જામનગર:

કોરોના વાઇરસ કોવિડ-19ની મહામારીને પગલે જે વાત વારંવાર સામે આવી રહી છે એ રોગપ્રતિકારક શક્તિ યાને કે ઇમ્યુન સિસ્ટમની છે. હાથ ધોવા, સ્વચ્છતા જાળવવી, શરદી-છીંક વખતે ટિસ્યૂનો ઉપયોગ કરવો, પ્રોબાયોટિક પ્રોડક્ટ્સમાં આપણાં આંતરડાંની તંદુરસ્તી બહેતર બનાવતા 'સારા બૅક્ટેરિયા' હોય છે. આ પ્રોડક્ટ્સ ઇમ્યુન સિસ્ટમને બહેતર બનાવતી હોવાનું ભૂતકાળમાં જણાવવામાં આવ્યું હતું, પણ યુરોપની ફૂડ સેફટી સત્તાવાળાઓએ એવો ચૂકાદો આપ્યો હતો કે કોઈ વૈજ્ઞાનિક પુરાવા ન હોવાથી પ્રોબાયોટિક પ્રોડક્ટ્સ ઇમ્યુન સિસ્ટમને બહેતર બનાવતી હોવાનો દાવો કરી શકાય નહી.

આંતરડાંનાં માઇક્રોબિયમ વિશેનું સંશોધન ચાલી રહ્યું છે ત્યારે, આપણાં આંતરડાંનાં બૅક્ટેરિયા આપણી ઇમ્યુન સિસ્ટમને કઈ રીતે પ્રભાવિત કરતાં હોય છે એ વિશે સમય જતાં આપણને વિગતવાર સમજણ મળશે. ઇમ્યુન સિસ્ટમને 'શક્તિશાળી' બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવાને બદલે 'સંતુલન' વિશે વિચારવાનું વધારે ડહાપણભર્યું ગણાશે, કારણ કે સ્વસ્થ ઇમ્યુન સિસ્ટમનો આધાર જ સંતુલન હોય છે. આપણે ઇમ્યુન સિસ્ટમનો વિચાર 'ઓછી સક્રિયતા'થી માંડીને 'અતિ સક્રિયતા'ના માપદંડ સ્વરૂપે કરી શકીએ.