શહેરમા ગેરકાયદેસર બાંધકામ કેટલા? આસામી વાઇઝ પગલા લીધાની વિગતો રજુ કરો

ટાઉન પ્લાનીંગ વિભાગ કોઈને ગાંઠતું નથી.

શહેરમા ગેરકાયદેસર બાંધકામ કેટલા? આસામી વાઇઝ પગલા લીધાની વિગતો રજુ કરો

Mysamachar.in-જામનગર:

જામ્યુકોમાં અનિયમીતતાઓ શોધવા જવી જ પડતી નથી એક શોધવા જતા અનેક મળી જાય છે..ત્યારે ટાઉન પ્લાનીંગ વિભાગ ઓડીટ વિભાગને ગાંઠતુ ન હોઇ અનેક પેરા કાઢી, તાત્કાલીક પુર્તતા મંગાઇ છે,.તેમાં એક ગંભીર મુદો એ પણ છે કે ગેરકાયદેસર બાંધકામ કેટલા? આસામી વાઇઝ પગલા લીધાની વિગતો રજુ કરી તેવો પત્ર ઓડીટરે ટીપીઓને પાઠવી તેની નકલો સ્ટેન્ડીંગ કમીટીને તેમજ કમીશ્નરને પણ મોકલી છે.તેમ જામ્યુકોના છેલ્લા ઓડિટ રિપોટમા ખાસ પેરા કઢાયો છે.

વિકાસ પરવાનગી અવિરત અપાય છે અને એક અંદાજ મુજબ વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રથમ નવ મહિનામાં જ ત્રણ હજારથી વધુ વિકાસ પરવાનગી અપાઇ ગઇ છે,જેની રૂપિયા ૩૮ કરોડની આવક પણ થયાનું ટીપીઓ એ જાહેર કર્યુ હતું,પરંતુ આવી દરેક રેકર્ડ ઉપરની બાબતો માસવાર કે ત્રિમાસીક પત્રકના રૂપે સ્પષ્ટ આવક કેટલી થઇ તેની સંપુર્ણ તલસ્પર્શી વિગત ઓડીટ વિભાગમાં સબમીટ કરાતી નથી તેમ નોંધાયુ છે.આ અંગે વારંવાર માહિતી માંગવા છતાં માહિતી પુરી પણ પાડવામાં આવતી નથી. આવા અનેક પ્રશ્ર્નો ઓડીટે પુછયા છે જે અંગે બ્રાંચ જવાબ દેવાની જરાપણ દરકાર કરતી નથી. અને ઓડીટને ગાંઠતી જ નથી.

ગેરકાયદેસર બાંધકામ મામલે ‘ચાવવાના-બતાવવાના જુદા’

જામ્યુકોની ટીપીઓ, એસ્ટેટ બંને બ્રાંચોના બારીકાઇથી અભ્યાસ કરતા એક સ્ફોટક વિગત એ બહાર આવી છે કે ગેરકાયદેસર બાંધકામ બાબતે જામ્યુકોમાં સુયોજીત રીતે ‘ચાવવાના અને બતાવવાના જુદા’ જેવો ઘાટ ઘડાયો છે ખરેખર ગેરકાયદેસર બાંધકામ જે તોડી જ પાડવાના છે તે કેટલા? તેની સાચી માહિતી કયાંય નથી. વ્યવસ્થીત રીતે ચાલતી આ મોડસઓપરેન્ડીમાં ટીપીઓમાંથી થતા જાવકનું લીસ્ટ જુદુ છે, એસ્ટેટમાં પહોંચતુ લીસ્ટ જુદુ છે, એસ્ટેટના રેકર્ડ ઉપર લીસ્ટ પુરૂ છે, કમિશ્નર કાર્યાલયમાં લીસ્ટ જુદુ છે અને તમામ ‘રમત’ના ‘કીંગ’ મેકરો પાસે લીસ્ટ જુદુ છે તેમજ સમયાંતરે અમુક મીલકત કાં તો તેમાંથી બાકાત થઇ જાય છે અથવા તો કોઇ પ્રકારે ચઢી પણ જાય છે અને જ્યારે જાહેર કરવાનું થાય તો સાચી યાદી જાહેર થતી નથી..