આજે આગ લાગી તેવા કેટલા બિલ્ડીંગ શહેરમાં.? શું તંત્ર મોતની રાહ જોઈ રહ્યું છે.?

જે બિલ્ડીંગમાં આગ ત્યાં નથી કોઈ ફાયરસેફ્ટીની સુવિધા

આજે આગ લાગી તેવા કેટલા બિલ્ડીંગ શહેરમાં.? શું તંત્ર મોતની રાહ જોઈ રહ્યું છે.?
તસ્વીરો:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર:

હજુ તો થોડા દિવસો પૂર્વેની જ વાત છે કે પટેલકોલોનીમાં આવેલ ગેલેરીયા કોમ્પ્લેક્ષ જ્યાં નીચે ખાણીપીણીની દુકાનો અને ઉપર ટ્યુશન કલાસીસ ચાલે છે, ત્યાં પણ ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો, અને આજે પણ ત્યાં બેરોકટોક ટ્યુશન ક્લાસ ધમધમી રહ્યા છે, જામનગર મહાનગરપાલિકા દ્વારા બાંધકામ માટે આડેધડ આપવામાં આવેલ બાંધકામની મંજૂરીઓ થી શું થાય..તે આજે ફરી એક વખત જોવા મળ્યું, ત્યાં જ ફરી એક વખત  જી.જી.હોસ્પિટલ નજીક રાધે ક્રિશ્ના એવન્યુમાં એકાએક ભીષણ આગ લાગતા સુરત જેવા દ્રશ્યો જાણે જામનગરમાં બનતા સ્થાનિકોની જહેમત થી રહી ગયા,

ત્યારે આજે સૌથી મોટો કોઈ સવાલ હોય તો તે એ છે કે જામનગરમાં રાધે ક્રિશ્ના એવન્યુ જેવી કેટલી ઈમારતો..?આવી ઇમારતોને જામનગર મનપાનું ફાયર વિભાગ નોટીસો આપી આપીને થાકી ગયું છતાં પણ આસામીઓ મનફાવે તેમ બિલ્ડીંગનો વપરાશ કરી રહ્યા છે, છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી અને મોતનો તમાશો જોવાની રાહ તંત્ર જોઈ રહ્યું હોય તેમ આજની ઘટના પરથી લાગે છે, 


-આજે જે બિલ્ડીંગમાં લાગી આગ ત્યાં નથી કોઈ ફાયરસેફટીની સુવિધા...
આજે જે બિલ્ડીંગમાં આગ લાગી ત્યાં કોઈ જ ફાયરસેફટીની સુવિધા ના હોવાનું ચીફ ફાયર ઓફિસર બિશ્નોઇએ જણાવ્યું..અને તેવો એ ઉમેર્યું કે અમારા લેવલે જે પગલાઓ લેવાના થતા હશે તે લેવામાં આવશે.

-ફાયર વિભાગનું પ્રાથમિક તારણ:શોર્ટ શર્કિટ થી આગ 
આજે જે બિલ્ડીંગમાં આગ લાગી તેમાં રાબેતામુજબ શોર્ટશર્કિટ થી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે.જો કે ફાયર વિભાગ આગ સંપૂર્ણ કાબુમાં આવી ચુક્યા બાદ સચોટ કારણ શું તે અંગેની જાણકારી આપશે