એસીબી કેસ છતા " ઉપરી" નો ચાર્જ આ તે કેવુ?

તપાસ માંગી લેતો વિષય..

એસીબી કેસ છતા " ઉપરી" નો ચાર્જ આ તે કેવુ?

Mysamachar.in-જામનગર:

જામનગરની એક સરકારી કચેરીના કર્મચારી ઉપર એસીબીનો કેસ ચાલે છે, છતા હાલ તે અગ્નિ પરીક્ષામાથી સાંગોપાંગ નીકળી ગયા હોય તેમ ઉલટુ તેને તેનાથી ઉપલા વર્ગના જવાબદાર  અધિકારીનો ચાર્જ સોંપાયો છે, જે અંગે તપાસ થવી ઘટે તેવો સૂર ઉઠ્યો છે વળી ઉલ્લેખનીય છે કે આ કર્મચારી સામેની ટ્રેપ પણ ફેલ ગઇ હતી, સીટી સર્વે કચેરીના એક કર્મચારીએ એક અરજદાર પાસેથી લાંચની અપેક્ષા રાખી હતી તેથી સેવા સદન કમ્પાઉન્ડમા જ ટ્રેપ ગોઠવાઇ હતી પરંતુ એ ટ્રેપ ફેલ ગઇ હતી એક તો તે બાબતે તપાસ થવી જોઇએ ( જોકે ઘણી વખત એવુ બને કે ટ્રેપફેલ જાય છે કેમકે પંચ માટે સરકારી કર્મચારીઓના ઓર્ડરની પ્રોસેસો તો ઘણી વખત થાય છે પરંતુ દર વખતે સક્સેસ  ટ્રેપ થયાનુ બહાર આવતુ નથી)

બાદમા આ કર્મચારી એ લાંચ માંગ્યાનુ રેકોર્ડીંગ હતુ તેની ખરાઇ કરી એસીબીમા કેસ દાખલ થયો છે, જે વધુ તપાસ તેમજ ન્યાયીક પ્રક્રિયામાંથી સંપુર્ણ પસાર થયો નથી, છતા આ કર્મચારીને તો ઉલટો તેના પેરેન્ટસ ડીપાર્ટમેન્ટમા હાલ ઉપલા અધીકારીનો ચાર્જ મળ્યો છે, આ બાબત પણ આશ્ર્ચર્યની તો છે તપાસની પણ છે, આ સમગ્ર પ્રકરણ ઉપરાંતમાં આ લગત વિભાગોના બીજા કર્મચારીઓ અને અધીકારીઓ ની અનેક સ્ફોટક બાબતો છે જે ઉજાગર થાય તો અનેક પ્રકરણો જમીન ને લગત ખુલે તેમ છે પરંતુ હાલ આ લોકો તેરી બી ચુપ મેરી બી ચુપ જેવી સ્થિતિ છે.