લોકડાઉનના સમયમાં મનની એકાગ્રતા કઈ રીતે કઈ રીતે કેળવશો.?

લોકડાઉનના સમયમાં મનની એકાગ્રતા કઈ રીતે કઈ રીતે કેળવશો.?
symbolic image

Mysamachar.in-જામનગર:

પ્રશ્ન:લોક ટાઉનના દિવસો પસાર થતા જાય છે અને કોરોના વાઈરસના પગલે હજુ વધુ કેટલાક દિવસોનું lockdown થવા પામે તેવી શક્યતાના પગલે લોકો આ સમયમાં એકાગ્રતા કેવી રીતે કેળવશે.?
જવાબ: જી.જી.હોસ્પિટલના માનસિક રોગ વિભાગના રેસી.ડો. દિશા વસાવડાએ Mysamachar.in  ને જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં લોકો કોઈપણ કામ કરે તે પહેલા તેનો પ્લાન બનાવવો અને દરેક કાર્યને ચોક્કસ સમય ફાળવવો તેમજ લોકોએ તેમના કાર્ય કરતી વેળાએ ટેબલ ખુરશીનો વધુ ઉપયોગ કરવો જરૂરી છે, અને એક કાર્ય પૂર્ણ થાય એટલે ટીવીની જેમ એક નાનકડો બ્રેક લઈ લેવો. ડો. દિશાએ વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દરેક લોકોએ મીનીમમ 20 થી 30 મિનિટ કસરત કરવી તેમજ નિયમિત ધ્યાન એટલે કે મેડીટેશન કરવાથી પણ મનની એકાગ્રતા જાળવવામાં ખૂબ જ ફાયદો થાય છે, સાથોસાથ લોકોએ પૌષ્ટિક ખોરાક આહારમાં લેવો જેથી દિવસ દરમિયાન તમને સુસ્તી અનુભવાય નહીં તેવી તાકીદ પણ તેઓએ વર્ણવી હતી.