મોબાઈલમા તલ્લીન યુવકનો કઈ રીતે ગયો જીવ...જાણો..

તમે પણ રાખજો ધ્યાન..

મોબાઈલમા તલ્લીન યુવકનો કઈ રીતે ગયો જીવ...જાણો..
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-સુરત:

આજના જમાનામાં લોકોના જીવનમાં મોબાઇલ વિના એક મીનીટ પણ ચાલે તેમ નથી,તે વાસ્તવિકતા બની ચૂક્યું છે,ત્યારે ઘણી વખત તો એવું પણ બનતું હોય છે કે મોબાઇલ માટે લોકો પોતાના જીવને પણ જોખમમાં મુકાઈ જાય ત્યાં સુધી સભાન નથી હોતા,આ જ રીતે મોબાઈલમાં તલ્લીન થઇ જનાર લોકો માટે એક લાલબતી સમાન કિસ્સો સુરતમાં સામે આવ્યો છે,

સુરતના અમરોલી નજીક કોસાડમા વિસ્તારમા રહેતો ધર્મેશ નામનો 25 વર્ષીય યુવક  હીરાના કારખાનામાં નોકરી કરતો હતો.તે સાયણ નજીક ગોથાણ ખાતે રહેતા મિત્રને મળી પગપાળા ઘરે આવવા માટે નીકળ્યો હતો. દરમિયાન કોસાડ-ભરથાણા રેલવે ટ્રેક વચ્ચે મોબાઇલ ઉપર વાત કરતા કરતા પસાર થતો હતો,ત્યારે તેને ભાન જ ના રહ્યું અને માલગાડી ટ્રેનની અડફેટેમાં આવી જતા તેનું મોત નીપજ્યું હતું,આમ મોબાઈલનો સીમિત ઉપયોગ ઠીક છે અન્યથા મોબાઈલની ઘેલછા જીવ લેવા સુધી દોરી જાય છે તે આ કિસ્સા પરથી ફલિત થાય છે.