દ્વારકા:રાજધાની હોટેલના મેનેજર પર થયો હુમલો,રીટા.DYSP પુત્ર સામે નોંધાઈ ફરિયાદ..

રાકેશબારાઈ પર પણ થયો હતો હુમલો..

દ્વારકા:રાજધાની હોટેલના મેનેજર પર થયો હુમલો,રીટા.DYSP પુત્ર સામે નોંધાઈ ફરિયાદ..

mysamachar.in-દ્વારકા:

દ્વારકામા હોટેલ રાજધાનીના ભાગીદારો રાકેશ બારાઈ અને રીટાયર્ડ ડીવાયએસપી બારોટના પુત્ર સિદ્ધાર્થ બારોટ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મનદુઃખ ચાલી રહ્યું છે,અને તે બાબતનો ખાર રાખીને જ તાજેતરમાં જામનગર શહેરમા આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નજીક જાણીતા વ્યાપારી રાકેશ બારાઈ પર બે બુકાનીધારી અજાણ્યા ઇસમો હુમલો કરી ને પલાયન થઇ જતા રાકેશબારાઈ એ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં બે અજાણ્યા ઇસમોએ તેમના પાર્ટનર રીટાયર્ડ ડીવાયએસપી બારોટના પુત્ર સિદ્ધાર્થ બારોટના કહેવાથી આ હુમલો થયાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું,

એવામાં હોટેલ રાજધાનીના ભાગીદારો વચ્ચે ચાલતા મનદુઃખમા રાજધાની હોટેલના મેનેજર પર હુમલો થયાની પોલીસ ફરિયાદ પણ દ્વારકા પોલીસ મથકમાં નોંધાઈ છે,આદિત્યરંજન મોહન્તી નામના ફરિયાદી એ નોંધાવેલ ફરિયાદ મુજબ આદિત્યરંજન રાજધાની હોટેલની બાજુમાં આવેલ સંસ્કૃતિ ઇન હોટેલમા અવારનવાર જતા હોય જે સિદ્ધાર્થ બારોટ ને સારું ના લાગતું હોય અને તેને આ બાબતે મેનેજર આદિત્ય સાથે બોલાચાલી પણ કરેલી,

જે બાદ થોડાદિવસો પૂર્વે મનદુઃખ રાખી અને દ્વારકા બહાર બોલાવી અને અજાણ્યા ઇસમો પાસે હુમલો કરાવ્યો હોવાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવતા પીએસઆઈ જી.જે.ઝાલા એ વધુ તપાસ હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.